ગુજરાતમાં અકસ્માતની ઘટના અવારનવાર બને છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા ખેડા જિલ્લાના માર્ગ અકસ્માતનો બનાવ સતત વધી રહ્યો છે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ને જોડતો એક્સપ્રેસ હાઈવે પર ગત રાત્રે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં એક મહિલા સહિત પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ત્રણ લોકોને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા
આ બનાવની વિગતવાર વાત કરીએ તો નડિયાદ નજીક અમદાવાદ વડોદરા ને જોડતો એક્સપ્રેસ હાઈવે પર મંગળવાર એટલે કે ગઈ રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો હાઇવેના બિલોદરા બ્રિજ નજીક એક ગોઝારા અકસ્માતની ઘટના બની હતી જેમાં પસાર થતી કાલનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો કાર ડિવાઈડર ખુદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. સામે આવી રહેલી ટ્રક સાથે જોરદાર ટક્કર મારતા કારમાં સવાર એક મહિલા સહિત પાંચ લોકોને ગંભીર જાઓ પહોંચી હતી જ્યારે ત્રણ લોકોને તુરંત મોતની ભજીયા હતા. જ્યારે બે વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ઇમરજન્સી ખસેડવામાં આવ્યા હતા જેવો હાલ સારવાર લઈ રો રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે
આ ભયંકર અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ નડિયાદ રૂલર પોલીસ અને અન્ય તભીબી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. પોલીસે મુતકની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા સાથે જ તમામ ઘાયલ લોકોનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું મૃતકોમાં એક મહિલા અને બે પુરુષોનું સામે આવ્યું છે