Gujarat Weather : હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ બેવડી ઋતુની પણ અસર જોવા મળી રહી છે સવારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ઠંડી જોવા મળતી હોય છે તો બપોરે ગરમીનો અહેસાસ થતો હોય છે ગુજરાતમાં સૌથી ઠંડા શહેરની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં મોટાભાગના શહેરમાં તાપમાનમાં ઘટાડો થયો છે અમુક શહેરોમાં વધુ ઠંડી અનુભવાય રહી છે પરંતુ રાજસ્થાનમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વાતાવરણ પલટાઈ તેવી શક્યતાઓ છે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા ફેરફાર થઈ શકે છે
ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અમુક શહેરોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 15.2 ડિગ્રી તાપમાન રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં ૧૪.૧ ડિગ્રી અમરેલી શહેરમાં ૧૪.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે રાજકોટમાં 16 ડીગ્રી જેટલું તાપમાન રહ્યું છે વડોદરા શહેરમાં ૧૬.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભાવનગર શહેરમાં 17.2 ડિગ્રી જેવું તાપમાન રહ્યું છે અને પોરબંદર શહેરમાં 17.4 જેવું તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં હજુ પણ તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે પરંતુ સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરે ગરમીનો અહેસાસ થતા સવારે તાપમાન નીચું હોય અને બપોર પછી ઊંચું જોવા મળે છે
રાજ્યમાં વરસાદ અંગે મહત્વની વિગત
અગાઉ રાજ્યમાં વરસાદની આગાહી હતી જે આગાહી મુજબ રાજ્યમાં અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાનો હતો જે હવે ટળી ગયો છે વેસ્ટન ડિસ્ટર્બની સિસ્ટમ નબળી પડી જતા વરસાદ પડવાની શક્યતાઓ હવે નથી રહી અગાઉમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હવે વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી નથી જેથી ખેડૂતોની ચિંતા ટળી છે