સરદારનગર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા મહિલા જુગારધામ પર એરપોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. Police raid women’s gambling den in Sardarnagar
તાજ હોટલ પાછળ આવેલી સતનામ રેસીડેન્સીના બ્લોક B-303માં, પોલીસએ વોરંટ મેળવી પંચોની હાજરીમાં શુક્રવારે સાંજે આશરે 7 વાગ્યે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન હોલમાં સીમાબેન મદનાણી નામની મહિલા અન્ય સાત મહિલાઓ સાથે ગંજીપાના પત્તા પર પૈસાની હારજીતનો જુગાર રમતી અને રમાડતી ઝડપાઈ હતી.
તપાસમાં ખુલાસો થયો છે કે મકાન માલિક સીમાબેન પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવીને જુગારનો અડ્ડો ચલાવતી હતી. પોલીસએ સ્થળ પરથી કુલ ₹21,410ની રોકડ રકમ જપ્ત કરી છે.
ઝડપાયેલી મહિલાઓ
- સીમાબેન રાજકુમાર મદનાણી (મકાન માલિક)
- નીલમબેન રવિભાઈ મનવાણી
- કંચનબેન અશોકકુમાર મુલચંદાણી
- સોનિયાબેન ઘનશ્યામભાઈ ગુનનાણી
- દિપાબેન જયકિશન મોટવાણી
- પ્રિયાબેન વિનોદકુમાર રામચંદાણી
- કવિતાબેન કેતનદાસ સેવલાણી
- બબીતાબેન ઉર્ફે પૂજા વિજયકુમાર પાનવાણી
ઝડપાયેલી મહિલાઓ ન્યૂ શાહીબાગ, નાના ચિલોડા, નોબલનગર અને કુબેરનગર વિસ્તારોની હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મહિલાઓ સામે જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાએ સરદારનગર વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની સક્રિયતા સાબિત કરી છે.













