Surat News: વડાપ્રધાન પીએમ મોદી બે દિવસથી સુરતના પ્રવાસે છે ત્યારે અલગ અલગ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી પરંતુ સુરતના એક દિવ્યાંગ ચિત્રકાર નો વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અયોધ્યા રામ મંદિરની બનાવવામાં આવેલી પેઇન્ટિંગ થી વડાપ્રધાન ખૂબ જ પ્રભાવિત થયા છે આ સાથે જ તેમણે પોતાનો સુરક્ષાનો કાફલો રોકીને ચિત્ર મંગાવીને તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો પરંતુ હાલમાં જ હવે વડાપ્રધાન દિવ્યાંગ યુવકને રૂબરૂ મળવા ગયા હતા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા 1,00,000 નો ચેક પણ અર્પણ કર્યો હતો
વધુમાં જણાવી દઈએ તો આ અંગે શહેરના પ્રમુખ પરેશ પટેલે પણ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત કાર્યાલય ખાતે એક સભા રાખવામાં આવી હતી જેમાં સુરત શહેરના ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તે દિવસે બે દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયતમાં રોડ શો યોજાયો હતો તે દરમિયાન ગ્રાઉન્ડમાં એક દિવ્યાંગ ચિત્રકાર દ્વારા તેમને પેન્ટિંગ બનાવવામાં આવી હતી પીએમને પેઇન્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી અને પેઇન્ટિંગ આપનાર દિવ્યાંગ ચિત્રકારને બંને હાથ અને પગ થી પેઇન્ટિંગ કરે છે આ વાત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ધ્યાનમાં આવતા જ તેમણે આ યુવકને ₹1,00,000 નો ચેક અર્પણ કર્યો હતો અને ભેટ આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાત મુલાકાતે છે ત્યારે તેમણે રોડ શો કર્યો હતો રોડ શો દરમિયાન એક યુવક જેમના હાથમાં ચિત્ર હતું અને બંને હાથ નહોતા તેમણે અયોધ્યા રામ મંદિરની પેન્ટિંગ બનાવી હતી જેમને હાલમાં જ પીએમ મોદીના હસ્તે એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો