Surat News: સુરત શહેરમાં લોટરીના નામે લાખ રૂપિયા ની છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો છે જેવો મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે આપ સૌને જણાવી દઈએ તો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના સતના જિલ્લામાંથી આરોપી ધર્મેન્દ્રસિંગ ઉર્ફે લલન રામકલેશસિંગને ઝડપી પાડવામાં આવ્યો છે આ છેતરપિંડીની વધુમાં વાત કરીએ તો તેમણે સુરતમાં રહેતા કૈલાશબેન રાણા નામની મહિલાને ગત 9 ઓક્ટોબર 2014 થી 18 ઓક્ટોબર 2014 દરમિયાન તેઓના મોબાઇલ ફોન ઉપર કોલ કરી 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે તેવી લોભામણી વાતોમાં ફસાવ્યા હતા
આપ સૌ જાણતા જ હશો આપને પણ લોટરી લાગવાના ફોન આવ્યા જશે તે જ રીતે કૈલાશબેન ને લોટરી ના પૈસા જોતા હોય તો અમુક રકમ ભરવી પડશે તેમ જણાવી અલગ અલગ સમયગાળા દરમિયાન ટુકડે ટુકડે કુલ 1.60 લાખ રૂપિયા ભરાવી દીધા હતા અને તેમની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો આચાર્યો હતો ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટે સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ ઇશ્યૂ કર્યું હતું ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાર શરૂ કર્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ તેમના ગામમાંથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં આપેલો કિસ્સો નથી અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ગયા છે જેવો લોટરી કે પૈસાની લાલચમાં લોકો પાસેથી છેતરપિંડી આચરતા હોય છે