અમદાવાદ: શહેરમાં ફરી એકવાર CNG વાપરતા લોકોને ઝાટકો લાગ્યો છે. Adani Group દ્વારા આજે CNGના ભાવમાં સીધો 1.50 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ હવે અમદાવાદમાં CNG 83.77 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. Adani CNG Price Hiked by ₹1.50
સતત વધારો – બે મહિનામાં ફરી મોટો ઝાટકો
આ વર્ષે શરૂઆતમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તે લાંબો ટક્યો નહીં.
જાન્યુઆરી 2026માં 1.21 રૂપિયાનો ઘટાડો થયા બાદ ફેબ્રુઆરી અને હવે એપ્રિલમાં ફરીથી ભાવ વધારો કરવામાં આવ્યો છે.
મોટી વાત એ છે કે, છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજો વધારો છે. એટલે કે કુલ મળીને CNG ફરીથી લગભગ 2.60 રૂપિયા મોંઘું થઈ ગયું છે.
છેલ્લા વર્ષોથી સતત વધી રહ્યા છે ભાવ
અદાણી CNGમાં છેલ્લા બે વર્ષથી સતત ભાવમાં ચઢાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 2025 દરમિયાન ચાર વખત વધારો થયો હતો, જેમાં કુલ વધારો લગભગ 3.40 રૂપિયા રહ્યો હતો.
2026માં પણ ભાવ સ્થિર રહેવાના કોઈ સંકેત દેખાતા નથી.
રીક્ષા અને વાહનચાલકો પર સીધી અસર
આ ભાવવધારોનો સૌથી મોટો અસર રીક્ષાચાલકો અને રોજિંદા CNG વાપરતા લોકો પર પડશે.
- રીક્ષાના ભાડા વધવાની શક્યતા
- દૈનિક ખર્ચમાં વધારો
- નાના વાહનચાલકો માટે આવક પર દબાણ
ઘણા ડ્રાઇવરો માટે આ પરિસ્થિતિ મુશ્કેલીભરી બની રહી છે.













