કર્ણાટકમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી ડૉ. રામચંદ્ર રાવ પર મહિલા સાથે પોલીસની અશ્લીલ અને અયોગ્ય હરકતો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાના અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ઝડપે વાયરલ થઈ રહ્યા છે. karnataka dgp ramachandra rao viral video
વાયરલ વીડિયોમાં અધિકારી મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં નજરે પડે છે. કહેવાઈ રહ્યું છે કે આ દ્રશ્યો અધિકારીના જ કાર્યાલયના છે, જે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવે છે.
સોશિયલ મીડિયા પર ભારે રોષ karnataka dgp ramachandra rao viral video
સોમવારની સવારે જ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી કચેરી અને પોલીસની માં આવી હરકતો થવી, એ સામાન્ય લોકો માટે સ્વીકાર્ય નથી. અનેક લોકોએ આ ઘટનાને પોલીસ વ્યવસ્થાની પ્રતિષ્ઠા પર મોટો ઘા ગણાવ્યો છે.
- મામલો બગડતો જોઈને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તરત જ તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે—
- “જો વીડિયોની સચ્ચાઈ સાબિત થશે, તો અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
- સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી આ મુદ્દે અત્યંત નારાજ છે.
અધિકારીએ વીડિયો ફેક હોવાનું કહ્યું
વિવાદ વધતાં ડૉ. રામચંદ્ર રાવે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે તમામ વીડિયોને ફેક અને એડિટેડ ગણાવ્યા છે.
તેમનું કહેવું છે કે, આ વીડિયો તેમને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યા છે. તેમણે ગૃહમંત્રીને પણ આ બાબતથી વાકેફ કરી દીધા છે અને જરૂર પડશે તો કોર્ટ સુધી જવાની તૈયારી બતાવી છે. Karnataka DGP Ramachandra Rao Viral Video
તપાસ પર ટકી છે સમગ્ર કર્ણાટકની નજર
હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા વીડિયોની ટેક્નિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હવે સમગ્ર રાજ્યની નજર આ તપાસના પરિણામ પર છે.
સત્ય જે પણ હોય, પરંતુ આ ઘટનાએ કર્ણાટકની પોલીસ વ્યવસ્થાને લઈ લોકોમાં ઊંડો પ્રશ્ન ઊભો કરી દીધો છે.













