khedut Portal Yojana List 2026: ગુજરાત સરકાર માટે ખેડૂતો માટે યોજના પહોંચી રહે તે માટે ખેડૂત પોર્ટલ પર યોજના લિસ્ટ જાહેર કરવામાં આવે છે જેમાં જે ખેડૂતને જે પણ યોજનાની જરૂર હોય તેની માહિતી વિગતવાર મેળવી શકે છે જેમકે પશુપાલન યોજના શિક્ષણ યોજના ખેતીવાડીની યોજના જેવી તમામ યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર મળી રહે છે, ગુજરાતમાં પશુપાલન માટે અત્યારે 60% જેટલા લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે જેમને અલગ અલગ યોજના માટે જરૂર પડે છે તે પ્રમાણે અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે.
IKhedut Portal Yojana List 2026 જુઓ. ગુજરાત સરકારની ખેતી અને પશુપાલન યોજનાઓ, ઓનલાઈન અરજી પ્રક્રિયા, લાયકાત અને લાભોની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં. Ikhedut Portal 2026 27 Yojana list
ગુજરાતના કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી ચલાવવામાં આવતું IKhedut Portal Gujarat ખેડૂતોને ઘરે બેઠા યોજના માટે અરજી કરવાની સુવિધા આપે છે. ખેતી સબસિડી, પશુપાલન યોજના, સાધન સહાય અને અન્ય ખેડૂત કલ્યાણ યોજનાઓ અંગેની અપડેટેડ માહિતી આ પોર્ટલ પર છે. આ કારણે ખેડૂતો વધુ માહિતગાર બની શકે છે અને સમયસર સરકારની યોજનાઓનો લાભ લઈ શકે છે.
IKhedut Portal Yojana List 2026 – આઈ ખેડૂત પોર્ટલ વિભાગવાર યોજનાઓની યાદી
| ક્રમ | વિભાગનું નામ |
|---|---|
| 1 | ખેતીવાડી ની યોજનાઓ |
| 2 | પશુપાલનની યોજનાઓ |
| 3 | બાગાયતી યોજનાઓ |
| 4 | મત્સ્ય પાલન ની યોજનાઓ |
| 5 | ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. |
| 6 | આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ |
| 7 | ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની સહાય યોજનાઓ |
| 8 | સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપતી યોજનાઓ |
| 9 | ગોડાઉન સ્કીમ – 25% કેપિટલ સબસિડી |
| 10 | ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન સહાય યોજના |
આઈ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ | Bagayati Yojana List 2026
તાજેતરમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બાગાયતી યોજના 2026 ઓનલાઈન મૂકવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને ઊંચી આવકવાળી ખેતી માટે સીધી સહાય આપવામાં આવે છે.
| ક્રમ | યોજનાનું નામ |
|---|---|
| 1 | અતિઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે રૂ. 1,62,000/- સુધીની સહાય |
| 2 | દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજી બિયારણ સહાય |
| 3 | Power Tiller Sahay Yojana (Above 8 BHP) |
| 4 | Tractor Sahay Yojana |
| 5 | સરગવાની ખેતી માટે સહાય યોજના |
| 6 | પપૈયાની ખેતી માટે સહાય યોજના |
| 7 | સ્ટ્રોબેરી ખેતી માટે સહાય યોજના |
| 8 | મશરૂમ ઉત્પાદન એકમ સહાય યોજના |
| 9 | ડ્રેગન ફ્રૂટ વાવેતર માટે રૂ. 3 લાખની સહાય |
| 10 | કંદ ફૂલોના વાવેતર માટે સહાય |
| 11 | હાઈટેક ગ્રીનહાઉસ (Fan & Pad) સહાય યોજના |
| 12 | ટીસ્યુકલ્ચર દ્વારા ખારેક ખેતી – રૂ. 1,56,250/- સહાય |
| 13 | Tadpatri Sahay Yojana |
| 14 | Kisan Drone Yojana (દવા છંટકાવ સહાય) |
| 15 | PVC Pipeline Yojana (વોટર કેરીંગ પાઇપલાઈન) |
આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી યોજનાઓ | Khetiwadi Yojana List 2026
Ikhedut Portal Khetiwadi Yojana હેઠળ ખેડૂતોને ખેતીના સાધનો પર સબસિડી આપવામાં આવે છે. તાજેતરમાં સાધન સહાય યોજનાઓ ફરીથી ચાલુ કરવામાં આવી છે.
| ક્રમ | સાધન / યોજના |
|---|---|
| 1 | અન્ય ઓજાર / સાધન |
| 2 | કલ્ટીવેટર |
| 3 | પાક મૂલ્યવૃદ્ધિ પ્રોત્સાહન યોજના |
| 4 | ગ્રાઉન્ડનટ ડીગર |
| 5 | ચાફ કટર (એંજિન / ઈલેક્ટ્રિક) |
| 6 | ચાફ કટર (ટ્રેક્ટર / પાવર ટીલર) |
| 7 | પેડી ટ્રાન્સ પ્લાન્ટર |
| 8 | પ્લાઉ (તમામ પ્રકારના) |
| 9 | પ્લાન્ટર |
| 10 | પશુ સંચાલીત વાવણિયા |
| 11 | પાવર ટીલર |
| 12 | પાવર થ્રેસર |
| 13 | પોટેટો ડીગર |
| 14 | પોટેટો પ્લાન્ટર |
| 15 | પોસ્ટ હાર્વેસ્ટ સાધનો |
| 16 | પોસ્ટ હોલ ડીગર |
| 17 | બ્રશ કટર |
| 18 | માનવ સંચાલીત સાઇથ |
| 19 | માલ વાહક વાહન |
| 20 | રીઝર / બંડફોર્મર |
| 21 | રોટરી પાવર ટીલર / પાવર વીડર |
| 22 | રોટાવેટર |
| 23 | લેન્ડ લેવલર |
| 24 | વ્હીલ હો |
| 25 | ઓટોમેટીક વાવણિયા |
| 26 | વિનોવીંગ ફેન |
| 27 | શ્રેડર / મોબાઇલ શ્રેડર |
| 28 | સબસોઈલર |
| 29 | હેરો (તમામ પ્રકારના) |
Ikhedut Portal Document List 2026 | આઈ ખેડૂત પોર્ટલ જરૂરી ડોક્યુમેન્ટ
Ikhedut Portal Gujarat પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે:
- ખેડૂતની જમીનની 7-12 નકલ
- SC જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- ST જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- રેશન કાર્ડની નકલ
- આધાર કાર્ડ
- વિકલાંગતા સર્ટિફિકેટ (જો લાગુ પડે)
- આત્મા રજીસ્ટ્રેશનની વિગતો (જો હોય)
- ખેડૂત સહકારી મંડળીના સભ્યની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળી સભ્યની વિગતો (જો હોય)
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય હિસ્સેદારની સંમતિ













