પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આગ લાગવાની ઘટના બને છે મહા કુંભ મેળા વિસ્તારમાં આવેલા શાસ્ત્રી બ્રિજ સેક્ટર-19 કેમ્પમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આપ સૌને જણાવી દઈએ તો હાલમાં જ પ્રયાગરાજ માંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આગ લાગવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ છે મળતી વિગતો અનુસાર રસોઈ બનાવતી વખતે સિલિન્ડરમાં વિસ્ફોટ થયાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ હજી સુધી સટીક માહિતી સામે નથી આવી આસપાસના વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવના પગલે ફાયબ્રિકેટ ની ટીમ આગ પર કાબુ મેળવવા માટે દોડી ગઈ હતી સાથે જ સીએમ યોગી આદિત્યનાથે અંગેની નોંધ પણ લીધી હતી
રવિવારે એટલે કે આજે મહાકુંભ મેળા વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે સેક્ટર 19 ના રેલવે બ્રિજ નીચે ગીતા પ્રેમ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી છે થોડીવારમાં આગ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારબાદ ફાયર બ્રેકેટની ટીમ તેમજ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો સુરક્ષા ટીમ પણ દોડી આવી હતી જાણવા મળી રહ્યું છે કે આગ લાગવાનું કારણ રસોઈ ગેસ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો આગમાં તંબુવો બળીને ખરાબ થઈ ગયા છે આ સાથે જ ઘરવખરી સામાન પણ બળી ગઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે તંબુમાં આગ લાગી હોવાથી લોકોમાં નાસભાગ મચી ગયો હતો આ સાથે જ એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે