Virat Kohli:વિરાટ કોહલીને લઈને ફરી એક વાર મહત્વના અપડેટ સામે આવ્યા હશે આપ સૌને જણાવી દઈએ તો વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ રણજી મેચમાં પરત ભર્યો છે કોહલી દિલ્હી ની ટીમ તરફથી રમી રહ્યો છે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમના 30 જાન્યુઆરીથી રેલવે સામે મેચ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે મેચમાં દિલ્હીની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહી છે હાલમાં જ મહત્વના એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે સ્ટેડિયમમાં વિરાટ કોહલીને જોવા માટે મોટી ભીડ જમા થઈ ગઈ હતી જેમાં ત્રણ ફેન્સ ઘાયલ થયા હોવાનું પણ મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે
વિરાટ કોહલીને જોવા ફેન્સની મોટી ભીડ જમા થઈ
હાલમાં જે મીડિયા અહેવાલોના માધ્યમથી સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ દિલ્હીના ફ્રેન્ડ્સ વિરાટ કોહલીને જોવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને સવારે ત્રણ વાગ્યાથી અરુણ જેટલી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં તેમના ચાહકો જમા થઈ ગયા હતા એવામાં સ્ટેડિયમમાં જવા માટે ભારે અફરાતફરી મચી જવા પામ્યા હતી જેના કારણે અમુક ફ્રેન્ડસ ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે લોકો ગેટ 16 ની બહાર એકબીજાને ધક્કો મારતા પણ જોવા મળ્યા હતા હાલમાં જ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં ફ્રેન્ડ એકબીજાને ધક્કા મારતા જોવા મળી રહ્યા છે
આ ઘટનામાં ત્રણ ફ્રેન્ડ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે પોલીસની એક બાઈકને પણ નુકસાન થયું હોવાનું પણ મીડિયામાં સામે આવ્યું છે કેટલાક લોકો તેમના સોજ અને ચંપલ ત્યાં જ છોડી ગયા છે દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ઘાયલ ચાહકોને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે