ભારતના લાખો ક્રિકેટપ્રેમીઓ માટે આજે એક આંચકોજનક દિવસ સાબિત થયો છે. ભારતના પ્રખર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. થોડા જ દિવસ પહેલા રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને હવે વિરાટના નિર્ણયથી સમગ્ર દેશમાં એક ભાવનાત્મક લાગણીઓની લહેર ફેલાઈ છે. Virat Kohli Test Retirement
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી આપી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અહેવાલો આવી રહ્યાં હતાં કે કોહલીએ પોતાનો સંન્યાસ અંગે BCCI ને જાણ કરી છે, પણ બોર્ડે ઇંગ્લેન્ડ સામે આવનારી ટેસ્ટ સીરિઝને ધ્યાનમાં રાખીને તેમને પુનર્વિચાર કરવા કહ્યું હતું. તેમ છતાં, વિરાટે પોતાની આંતરિક લાગણીઓનું માન આપીને અંતિમ નિર્ણય લીધો.
વિરાટ કોહલીનું ટેસ્ટ કરિયરના ઐતિહાસિક પાનાં
વિરાટ કોહલીએ 14 વર્ષના વિખ્યાત કારકિર્દીમાં કુલ 123 ટેસ્ટ મેચો રમી છે અને 210 ઇનિંગ્સમાં 46.85ની સરેરાશથી 9230 રન બનાવ્યા છે. તેમના નામે 30 સદી અને 31 અર્ધસદીઓ નોંધાયેલી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ 1027 ચોથીઓ અને 30 સિક્સર ફટકાવ્યા છે.
વિરાટે પોતાની પોસ્ટમાં લખ્યું:
“જ્યારે મેં પહેલીવાર બેગી બ્લૂ જર્સી પહેરી હતી, ત્યારે વિચાર્યું પણ ન હતું કે આ સફર મને જીવન માટે અમૂલ્ય પાઠ શીખવાડશે. આજે જ્યારે હું નિવૃત્તિ લઉં છું, ત્યારે હૃદયથી ગર્વ અને આભારની લાગણી અનુભવું છું. હું રમત માટે અને તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે સદાય ઋણી રહીશ.”
આ સાથે વિરાટે પોતાની 269 નંબરની જર્સીનો ઉલ્લેખ કરીને લખ્યું – “Signing Off“, જેનાથી કરોડો ચાહકોના દિલ પિઘળી ગયા.