Accident: દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માતમાં ત્રણ ગુજરાતીના કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ

Accident:  દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ ગુજરાતી ભડથું થયા હોવાના સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના ત્રાસલા કોઠી ગામના ત્રણ યુવાનો છે જે અકસ્માતમાં બળીને રાખ થઈ ગયા છે આ યુવકનો વાહનોનો અકસ્માત થયો હતો જેમાં વાહનમાં આગ લાગતા ત્રણેય યુવાનોના મોત થયા છે  આ અકસ્માતની ઘટના દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક બની હોવાનું સામે આવ્યું છે જેમાં ત્રણ  ગુજરાતીઓના મોત થયા છે સાથે જ  તેમના મૃતદેહ ની આગળની વિધિ કરવાની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી હોવાનું મીડિયામાં સામે આવ્યું છે

મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતના ભરૂચના ત્રાસલા ગામમાં રહેનાર  ત્રણે યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં ગયા હતા તેઓ ત્યાં જ રહેતા હતા આજે વહેલી સવારે પોતાના ઘરે પોતાના વાહનને માધ્યમથી જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી જેથી લોકોના ટોળા ઉમટી ગયા હતા. આગળ એટલી ભયાનક હતી કે ત્રણેય યુવાનો બચી શક્યા નથી અને ગંભીર રીતે દાઝી જતા તેમના ઘટના સ્થળ પર મોત થયા હતા. મૃતક યુવાનોની ઓળખ સહેજાદ ભાગ્યશાલી સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ  દેસાઈ તરીકે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે

વધુમાં જણાવી દઈએ તો ભરૂચ જિલ્લામાંથી લગભગ મોટી સંખ્યામાં લોકો વિદેશ રોજગાર માટે ગયા છે આ ત્રણેય યુવાનો પણ સાઉથ આફ્રિકામાં નોકરી કરતા હોવાનું મીડિયામાં સામે આવ્યું છે દક્ષિણ આફ્રિકામાં તેઓ રોજગાર અર્થ થઈ ગયા હતા ત્યાં તેમને અકસ્માત નડ્યો છે જેમાં ત્રણેય ગુજરાતી યુવાનોના મોત થયા છે પરિવારજનો પર આપ તૂટી પડ્યું હોય છે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે

Join WhatsApp

Join Now

Leave a Comment