પોલીસ ભરતીમાં મહિલા ઉમેદવાર માટે સૂચના Ground instructions for female candidates police recruitment
Ojas ઉપર ઓનલાઇન અરજી કરતી વખતે જો કોઇ મહિલા ઉમેદવારે ભુલથી Female ના બદલે Male સિલેકટ કરેલ હશે તો તેવા મહિલા ઉમેદવારોને શારિરીક કસોટી માટે પુરૂષ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ હશે. જે મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી બાકી છે અને કોલલેટરમાં જેન્ડરમાં ભુલથી Male લખાયેલ છે તેવા મહિલા ઉમેદવારોએ તા.૨૦/૦૨/૨૦૨૪ ના રોજ ક.૧૮/૦૦ પહેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન પાસે, સેકટર-૯ ખાતે મળી જાય તે રીતે કોલલેટર સહિતની અરજી મોકલવાની રહેશે.
મહિલા ઉમેદવાર માટે ગ્રાઉન્ડઃ
(૧) જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ. પીનકોડ- ३८०००४
(ર) મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ. પીન ૩૬૦૦૦૪
(૩) પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રુપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ, વડોદરા. પીનકોડ-૩૯૦૦૦૧
(૪) પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર. પીનકોડ-૩૮૨૦૨૮
કર્મચારીઓને આઠમા પગાર પંચનો થશે મોટો ફાયદો,ફિટમેન્ટ ફેક્ટર 2.50 થાય તેવી શક્યતા જણાવો વધુ વિગત
ખાસ સૂચનાઃ
ઉપરોકત ચારેય મહિલા ગ્રાઉન્ડ ખાતે તા.૨૨/૦૨/૨૦૨૫ ના રોજ મહિલા ઉમેદવારોની શારીરીક કસોટી પૂર્ણ થતી હોઇ, તા.૨૦/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.