lawrence Bishnoi gang member jitendra jeetu killed:યુપીમાં વહેલી સવારે એન્કાઉન્ટર, લોરેન્સ બિશ્નોઈ ગેંગનો જીતેન્દ્ર માર્યો ગયો ; એક લાખ રૂપિયાનું ઇનામ હતું મેરઠના મુંડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં STF અને પોલીસે જીતેન્દ્રને ઘેરી લીધો હતો. જીતેન્દ્રને હથિયાર મૂકીને શરણાગતિ સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે કરેલા જવાબી ગોળીબારમાં તેને ગોળી વાગી હતી. ઘાયલ થયેલા જીતેન્દ્રને પોલીસ સારવાર
પોલીસ એન્કાઉન્ટર:
યુપીના મેરઠમાં બુધવારે વહેલી સવારે એક એન્કાઉન્ટર થયું. આમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુનેગાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ માર્યો ગયો છે. STFના નોઈડા યુનિટ અને પોલીસે આ એન્કાઉન્ટરને અંજામ આપ્યો છે. ગાઝિયાબાદ પોલીસે જીતેન્દ્ર પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
સંતાન પ્રાપ્તિ માટે આજે જ કરો આ 3 ઉપાય, શિવ-પાર્વતીના આશીર્વાદથી ગોદ ભરાઈ જશે!
પ્રાપ્ત માહિતી અનુસાર, આ એન્કાઉન્ટર સવારે 2 વાગ્યા પછી થયું હતું. મેરઠના મુંડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં STF અને પોલીસે જીતેન્દ્રને ઘેરી લીધો હતો. જીતેન્દ્રને હથિયાર મૂકીને શરણાગતિ સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે કરેલા જવાબી ગોળીબારમાં તેને ગોળી વાગી હતી. જીતેન્દ્ર ઘાયલ થયા પછી, પોલીસે તેને પકડી લીધો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીતેન્દ્રનું મોત થયું.