happy women’s day 2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવવામાં આવે છે? મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

happy women's day 2025

happy women’s day 2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

દર વર્ષે ૮ માર્ચના રોજ સમગ્ર વિશ્વભરના ક્ષેત્રો અને શાખાઓમાં મહિલાઓએ આપેલા યોગદાન સિદ્ધિઓના માન સન્માનમાં આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ લિંગ સમાનતા વિશે જાગૃતિ લાવવા, મહિલાઓના અધિકારોની હિમાયત કરવા, લિંગ-આધારિત હિંસા, ભેદભાવ અને મહિલાઓ જે સામાજિક આર્થિક અસમાનતાઓનો સામનો કરે છે, તેવા અનેક મુદ્દાઓ સંબંધિત આ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વભરના ઘણા બધા દેશોમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થાય છે. આ એક એવો દિવસ છે, જ્યારે મહિલાઓને રાષ્ટ્રીય, વંશીય, ભાષાકીય, સાંસ્કૃતિક, આર્થિક કે રાજકીય વિભાજનને ધ્યાનમાં લીધા વગર ઉજવવામાં આવે છે. શરૂઆતના વર્ષોથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિકસિત વિકાસશીલ દેશોમાં મહિલાઓ માટે એક નવું વૈશ્વિક રૂપ કરી રહ્યું છે. ચાર વૈશ્વિક સંયુક્ત રાષ્ટ્ર મહિલા પરિષદો મજબૂત બનેલી આંતરરાષ્ટ્રીય મહિલા ચળવળની ઉજવણીને મહિલાઓના અધિકારો, રાજકીય અને De આ આર્થિક | ક્ષેત્રોમાં ભાગીદારી માટે સમર્થન બનાવવા માટે એક ભજવી છે. વર્ષોથી મહિલાઓ સમાન અધિકારો, સ્વતંત્રતા અને તકો માટે લડી રહી છે. મહિલાઓ મતાધિકારોથી લઈને ડિજિટલ યુગ સુધીના દરેક અવરોધોની સીમાઓને ઓળંગી | રહી છે, દરેક ક્ષેત્રમાં નીતિગત પરિવર્તન હોય, કાનૂની વિજય । હોય કે નારીવાદીઓના સંગઠિત માંગણીઓ બાબતે લડતી રહી

વર્ષ ૧૯૦૮ માં મહિલા મજૂરો પરના પ્રવર્તમાન | જુલમ : અને કાર્યસ્થળ પર લિંગ અસમાનતાને કારણે મહિલાઓએ પરિવર્તન માટે ઝુંબેશ શરૂ કરી હતી. આ પરિણામે લગભગ ૧૫,૦૦૦ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને ન્યૂ યોર્ક શહેરમાં ટૂંકા કામના કલાકો, સારા વેતન અને મતદાનના અધિકારોની માંગણી સાથે કૂચ કરી હતી. વર્ષ ૧૯૦૯ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ ૨૮ ફેબ્રુઆરી ૧૯૦૯ ના રોજ સમગ્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસનું આયોજન કર્યું હતું. વર્ષ ૧૯૦૯ થી ૧૯૧૩ સુધી યુ.એસ.માં મહિલાઓ ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૧૯૧૦માં કોપનહેગનમાં કામ કરતી મહિલાઓનું બીજું આંતરરાષ્ટ્રીય | પરિષદ યોજાયું. એક જર્મન સમાજવાદી અને મહિલા અધિકાર કાર્યકર્તા ક્લેરા ઝેટકીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સ્થાપનાનો વિચાર રજૂ કર્યો. આ પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો. જોકે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ નક્કી | | |

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.કરવામાં આવી ન હતી. વર્ષ ૧૯૧૧માં કોપનહેગન પરિષદેમાં । વિવિધ લેવાયેલા નિર્ણય અનુસાર ૧૯ માર્ચ ૧૯૧૧ના રોજ ઑસ્ટ્રિયા, અને | ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રથમ વખત વિશ્વ મહિલા દિવસની | દિવસ ઉજવવામાં આવ્યો. વર્ષ ૧૯૧૩ માં પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ રશિયન મહિલાઓ દ્વારા | શાંતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન | થયેલી ચર્ચાઓને કારણે આંતરરાષ્ટ્રીય | મહિલા દિવસની તારીખ સત્તાવાર રીતે ૮ માર્ચ જાહેર કરવામાં આવી. વર્ષ ૧૯૧૪-૧૯૧૮ માં પ્રથમ વિશ્વયુદ્ધ અને તેના પરિણામે કામદારોની વધતી માંગને કારણે કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધી. આનાથી આડકતરી રીતે મતાધિકાર માટેની મહિલાઓની લડાઈમાં મદદ મળી. પછી વર્ષ અને | ૧૯૪૫માં યુએન ચાર્ટર પર હસ્તાક્ષર ધારણ કરવાથી મહિલાઓ અને પુરુષો માટે દ્વારા | સમાનતાના સિદ્ધાંતની સ્થાપના થઈ. આના કારણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ યુએનના મહિલા સશક્તીકરણ અને લિંગ સમાનતા પરના કાર્યનું કેન્દ્ર બિંદુ બન્યું. મુખ્ય |

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 થીમ શું છે ?

વર્ષ 2025 માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “એક્સીલરેટ એક્શન” “Accelerate Action“છે.

વર્ષ ૧૯૭૫માં યુએનએ પહેલી વાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી. ત્યારબાદ ડિસેમ્બર ૧૯૭૭ માં જનરલ એસેમ્બલીએ એક ઠરાવ અપનાવ્યો, જેમાં સભ્ય દેશો દ્વારા તેમની ઐતિહાસિક અને રાષ્ટ્રીય પરંપરાઓ અનુસાર વર્ષના કોઈપણ દિવસે મહિલા અધિકારો અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી. ત્યારથી યુએનએ તેને વાર્ષિક ધોરણે ઉજવવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૯૬માં યુએનએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે એક સત્તાવાર થીમ અપનાવી. ત્યારથી પછી યુએન દર વર્ષે આ દિવસ માટે એક સત્તાવાર થીમ જાહેર કરે છે. વર્ષ ૨૦૧૧માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. તત્કાલીન વર્ષ ૨૦૧૧ થી ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૧૧માં ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમ યોજાયો હતો. યુનાઈટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ ૨૦૧૧ને “મહિલા ઈતિહાસ મહિના” તરીકે | જાહેર કર્યો હતો.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) જેને ગ્લોબલ ગોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, વર્ષ ૨૦૧૫માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ૧.કોઈ ગરીબી નથી, ૨.શૂન્ય ભૂખ, ૩.સારા સ્વાસ્થ્ય અને સુખાકારી, ૪.ગુણવત્તાયુક્ત શિક્ષણ, પ.લિંગ સમાનતા, ૬.સ્વચ્છ પાણી અને સ્વચ્છતા, ૭.સસ્તી અને સ્વચ્છ ઊર્જા, ૮.સારી નોકરીઓ અને આર્થિક વૃદ્ધિ, ૯.ઈન્ડસ્ટ્રી, ઈનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ૧૦.અસમાનતામાં ઘટાડો, ૧૧.ટકાઉ શહેરો અને સમુદાયો, ૧૨.જવાબદાર વપરાશ અને ઉત્પાદન, ૧૩.આબોહવા ક્રિયા, ૧૪.પાણી હેઠળ જીવન, ૧૫.જમીન પર જીવન, ૧૬.શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ, ૧૭.લક્ષ્યો માટે ભાગીદારી. આ ગોલ્સ ૨૦૩૦ સુધીમાં બધા લોકો શાંતિ અને સમૃદ્ધિનો આનંદ માણે તે સુનિશ્ચિત કરવા માટે એક સાર્વત્રિક રીતે આહવાન તરીકે અપનાવવામાં આવ્યા છે.

દર વર્ષની જેમ યુએન ૮ માર્ચ ૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “એક્સીલરેટ એક્શન” છે. આ થીમ જાતિગત અંતરને વધુ ઝડપથી દૂર કરવા માટે બોલ્ડ અને સામૂહિક પગલાં લેવાની તાકીદ પર ભાર મૂકે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ મુજબ પ્રગતિ છતાં સંપૂર્ણ જાતિગત સમાનતા એક સદીથી વધુ દૂર છે. જેથી “એક્સિલરેટ એક્શન” થીમ આના પર ધ્યાન કેન્દ્રિત કરે છેઃ (૧) મહિલાઓ માટે સંસાધનોની સમાન પહોંચ અને નેતૃત્વની તકો સુનિશ્ચિત સશક્તીકરણને આગળ વધારવું. (૨) જાતિ સમાનતાને મજબૂત બનાવવા માટે કાયદાકીય અને નીતિગત સુધારાઓ ચલાવવા. (૩) નેતૃત્વ અને ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓને ટેકો આપતી સમાવિષ્ટ નીતિઓ લાગુ કરવા માટે કાર્યસ્થળોને પ્રોત્સાહિત કરવા. (૪) હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં | મહિલાઓ અને છોકરીઓના ઉત્થાન માટે સમર્પિત પાયાના સંગઠનોને ટેકો આપવો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૫ માં જાંબલી, સફેદ અને લીલા રંગને સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ રંગો રજૂ કરવાનો હેતુ યુનાઈટેડ કિંગડમમાં મહિલા સામાજિક અને રાજકીય સંઘ તરફથી આવ્યો હતો, જેણે મહિલા મતાધિકાર ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં જાંબલી રંગ ન્યાય અને ગૌરવ, લીલો રંગ આશા બાશા અને વિકાસ, અને સફેદ રંગ શુદ્ધતા માટે માનવામાં આવે છે. |

પ્રાચીન સમયથી લઈને મધ્યકાલીન યુગ, આધુનિક યુગ સુધીમાં ભારતમાં મહિલાઓની સ્થિતિમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. જેમાં અનેક સમાજ સુધારાવાદીઓ દ્વારા સમાન હક્કને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, આધુનિક ભારતમાં મહિલાઓએ ઉચ્ચપદોને શોભાવ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, સાંસદ,મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા વગેરે જેવા સામેલ છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧ ને મહિલા સશક્તીકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી કેટલીક પ્રખ્યાત મહિલા કાર્યકર્તાઓમાં મલાલા યુસુફઝાઈ, એમિલી પંકહર્સ્ટ, બેટી ફ્રીડન, કમલા ભસીન, અરુણા રોય, માનસી પ્રધાન, રોઝા પાકર્ક્સ, અરણ્યા જોહર અને હલીમા એડનનો સમાવેશ થાય છે.

મહિલા દિવસ 2025 ની શુભકામનાઓ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવતરણો, મહિલા દિવસ 2025, ભારતમાં મહિલા દિવસ 2025, મહિલા દિવસ 2025 ની થીમ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલા દિવસ 2025 ની થીમ, મહિલા દિવસ, મહિલા દિવસની શુભેચ્છાઓ, મહિલા દિવસ ક્યારે છે, મહિલા દિવસની તારીખ,

Join WhatsApp

Join Now

Leave a Comment