પાકિસ્તાનમાં આવેલા લાહોરનું નામ ભગવાન રામના પુત્ર લવ ઉપરથી પડ્યું! લાહોર શહેર પાકિસ્તાનના ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલું પ્રાચીન શહેર છે, પંજાબ પ્રાંતમાં લહરની ઉત્તર-પશ્ચિમમાં શેખુપુરા જિલ્લો, પૂર્વમાં વાઘા અને દક્ષિણમાં કસુર જિલ્લો આવેલો છે. લાહોરની ઉત્તર બાજુએ રાવી નદી વહે છે. જેને ઋગ્વેદિક કાળમાં રાવી નદીનું નામ પરુષ્ણી છે. આ નદી અમૃતસર અને ગુરદાસપુરની સરહદ પણ બનાવે છે. સિંધુની પાંચ ઉપનદીઓમાં સૌથી નાની નદી તરીકે ઓળખાય છે. Lahore name history
પાકિસ્તાન-ભારતની સીમા નજીકનું આ શહેર પંજાબનું મુખ્ય મથક છે. લાહોર ઐતિહાસિક દેષ્ટિએ પંજાબ વિસ્તારને સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્કૃતિનું કેન્દ્ર છે. એક સમય લાહોર ઉપર હિંદુ શાહીઓ, ગઝનવીઓ, અને દિલ્હી સલ્તનતનું પણ શાસન રહ્યું હતું. મુઘલ સામ્રાજ્યની હકૂમત દરમ્યાન લાહોર પોતાના સુખી અને વૈભવની સમૃદ્ધિ પર હતું. આ લાહોર એક સમય રણજીતસિંહના શીખ સામ્રાજ્યની રાજધાની પણ રહ્યું હતું. ૧૨મી સદીમાં ગઝનવી રાજવંશની રાજધાની હતું, ઈ.સ ૧૫૨૪ માં મુથલ બાબરના સૈનિકો દ્વારા તેને કબજે કરવામાં આવ્યું હતું, તે પછીથી અકબર અને જહાંગીરના શાસન હેઠળ આવ્યું હતું. ૧૯મી સદીની શરૂઆતમાં શીખો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. ઈ.સ ૧૮૪૯માં લાહોર અંગ્રેજોને સોંપવામાં આવ્યું. ભારતની સ્વતંત્રતા પછી લાહોર ૧૯૪૭માં પાકિસ્તાનનો ભાગ બન્યું.
એક હિન્દુ દંતકથા મુજબ Lahore is named after Lord Rama’s son Love
એક હિન્દુ દંતકથા મુજબ વર્તમાન લાહોર પ્રાચીન |સમયમાં “નોખર” (સંસ્કૃતમાં લાવાનું શહેર) તરીકે જાણીતું હતું, આ શહેરની સ્થાપના ભગવાન રામના પુત્ર રાજકુમાર લવ એ કરી હતી. તેમના જોડિયા ભાઈ રાજકુમાર કુશએ લાહોરની બાજુના કાસુરની(કસુર) સ્થાપના કરી હોય એવું પણ માનવામાં આવે છે. લાહોરના કિલ્લામાં લવનું એક નાનું મંદિર પણ આવેલું છે.
લાહોર નામનું મૂળ સ્પષ્ટ નથી. પણ શરૂઆતના મુસ્લિમ ઈતિહાસકારો દ્વારા શહેરનું નામ લુહાવર, લુહાર અને રહવાર રીતે નોંધવામાં આવ્યું છે. ઈરાની બહુપત્નીત્વવાદી અને ભૂગોળશાસ્ત્રી અબુ રેહાન અલ-બિરુનીએ તેમના ૧૧મી સદીના કાર્ય કાનૂનમાં શહેરનો ઉલ્લેખ ‘લુહાવર” તરીકે કર્યો અફઘાનિસ્તાન પાકિસ્તાન અરેબિયન એસટીએ હતો, જ્યારે દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન રહેતા કવિ | અમીર ખુશરોએ શહેરનું નામ “લાહાનુર” તરીકે નોંધ્યું હતું. યાકુત અલ-હમાવીએ આ શહેરનું નામ ‘લોહુર’ તરીકે નોંધ્યું છે.
લાહોર શહેરનું વર્ણન
જયારે પર્શિયન ઈતિહાસકાર ફિરિશ્તાએ ‘અલાહવર”| તરીકેનો ઉલ્લેખ કર્યો છે, લાહોર વિશેનો સૌથી જૂનો અધિકૃત દસ્તાવેજ ઈ.સ ૯૮૨ માં અનામી રીતે લખવામાં આવ્યો હતો. તેને હુદુદ-એ-આલમ (વિશ્વના પ્રદેશો) કહેવામાં આવે છે. જે ઈ.સ ૧૯૨૭માં આ દસ્તાવેજનો વ્લાદિમીર ફેડોરોવિચ મિનોહીં દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરીને લાહોરમાં પ્રકાશિત કર્યો હતો. આ દસ્તાવેજમાં લાહોરને “પ્રભાવશાળી મંદિરો, મોટી બજારો અને વિશાળ બગીચાઓ” સાથે એક નાના શહેર ઓળખવામાં આવ્યો હતો. આ મૂળ દસ્તાવેજ | હાલમાં બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. પ્રખ્યાત ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ટોલેમી લાહોરને તેમની ભૂગોળમાં તેઓ “લાબોકલા” નામના શહેરનો ઉલ્લેખ કરે છે, એક ચીની બૌદ્ધ સાધુ, વિદ્વાન, પ્રવાસી અને અનુવાદક હુઆન-ત્સાંગ સાંગે સાતમી સદીમાં પંજાબની મુલાકાત લીધી હતી. તેઓ લાહોર શહેરનું વર્ણન NEPAL WKIN મુખત્વે બ્રાહ્મણો દ્વારા વસેલા તરીકે કરે છે.
લાહોર અધિવેશનમાં ઐતિહાસિક ‘પૂર્ણ સ્વરાજ
વર્તમાન સમયમાં લાહોરમાં આવેલ કિલ્લો અને શાલીમાર ગાર્ડન મુઘલ યુગના બે શાહી સંકુલ છે. આ કિલ્લો લાહોરના દિવાલવાળા શહેરના ઉત્તર-પશ્ચિમ ખૂણા પર સ્થિત છે, અને તેના ઈતિહાસ દરમિયાન ઘણી વખત નાશ પામ્યો છે, અને ઘણીવાર તેનું પુનઃનિર્માણ પણ કરવામાં આવ્યું છે. | વર્તમાનમાં જે સ્મારકો આવેલા છે, તે ૧૬મી સદીના છે, લાહોરની શહેરી શૈલી દક્ષિણ એશિયાના અન્ય પ્રાચીન શહેરો જેવી જ છે, જેમ કે પેશાવર, મુલતાન અને દિલ્હી જે બધા એક મુખ્ય નદીની નજીક જ સ્થાપિત થયા હતા, ઈ.સ ૧૯૮૧ માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં લાહોરના આ કિલ્લાને અને શાલીમાર ગાર્ડનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ તેના લાહોર અધિવેશનમાં ઐતિહાસિક ‘પૂર્ણ સ્વરાજ’-।| (સંપૂર્ણ સ્વતંત્રતા) ઠરાવ પણ પસાર કર્યો હતો. અને ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ એક જાહેર ઘોષણા કહું હતું કે આ દિવસને ‘સ્વતંત્રતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે. વર્ષ ૨૦૧૭ની પાકિસ્તાનની વસ્તી ગણતરી પ્રમાણે લાહોરમાં સૌથી મોટો આદિવાસી જૂથ અરૈન પંજાબીઓ(૪૦%), ત્યારબાદ પંજાબી-કાશ્મીરીઓ (૩૦%), | જેમાં રાજપૂત પંજાબીઓ અને કંબોહ પંજાબીઓ પત્ર છે. જ્યારે બાકીના મોટા ભાગના અન્ય પંજાબી જાતિઓ છે, જ્યારે લઘુમતીમાં મુહાજિર, પશ્તુન અને મેઓ જેવા અન્ય વંશીય સમુદાયો પણ આવેલા છે.
રામના પુત્ર લવની પ્રાચીન સમાધિ
લાહોર સ્થિત અનેક અગ્રણી શૈક્ષણિક નેતાઓ, સંશોધકો અને સામાજિક વિવેચકોએ માંગ કરી છે કે, પંજાબી ભાષાને | પ્રાથમિક સ્તરે શિક્ષણના માધ્યમ તરીકે જાહેર કરવામાં આવે અને તેનો ઉપયોગ લાહોરની પંજાબ એસેમ્બલીમાં પણ સત્તાવાર રીતે કરવામાં આવે. તાજેતરમાં ચેમ્પિયન ટ્રોફી દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ અને ઝ્રૐ ના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ લાહોર (પાકિસ્તાન)માં ભગવાન રામના પુત્ર લવની સમાધિ પર માથું ટેકવતાની તસવીરો શેર કરી છે. તેમણે વધુમાં લખ્યું છે કે, “લાહોરના પ્રાચીન કિલ્લામાં ભગવાન રામના પુત્ર લવની પ્રાચીન સમાધિ છે, લાહોરનું નામ પણ લવના નામ પરથી રાખવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકાર પણ આ જ માને છે.”