ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે અને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ 2024(iKhedut portal gujarat 2024) શરૂ કરવામાં આવેલ છે. i ખેડૂત પોર્ટલ પર ખેડૂતલક્ષી બધી જ યોજનાઓ અને કઈ રીતે આવેદન કરી શકાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ગુજરાત ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in પર જઈને તમે યોજના માટે આવેદન કરી શકો છો.
હવે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને યોજના અને સેવાઓનો લાભ આપવા માટે ડિજિટલ પોર્ટલ iKhedut portal શરૂ કરવામાં આવેલ છે જેના દ્વારા ખેડૂત ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલ દ્વારા લાભ લઈ શકે છે. ખેડૂતો માત્ર આઇ ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ ikhedut.gujarat.gov.in પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને તેના પછી તેઓ ખેડૂતને લગતી બધી જ યોજનાઓનો લાભ ઘરે બેઠા લઈ શકે છે. ઓનલાઈન અરજી ikhedut portal
ખેડૂત મિત્રો, આજે આપણે આ લેખમાં આઇ ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય(ikhedut Portal Online Registration), આઇ ખેડૂત પોર્ટલ પર કઈ કઈ યોજનાઓ છે, આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી કઈ યોજનાઓ બહાર પાડવામાં આવી છે, બાગાયતી ની યોજનાઓ, પશુપાલન ની યોજનાઓ, ખેતીવાડી ની યોજનાઓ તથા મત્સ્ય પાલન ની યોજનાઓ નો લાભ કઈ રીતે લઈ શકાય તેની સંપૂર્ણ માહિતી આજે આ લેખમાં અમે તમને આપીશું, માટે અમારી ikhedutportal વેબસાઈટની તમારા મોબાઇલમાં સેવ કરીને રાખો અને સમય સમય પર ikhedutportal.in વેબસાઈટની મુલાકાત લેતા રહો.
Ikhedut Portal 2024 – Registration, Eligibility, Benefits, Status & Documents @www.ikhedut.gujarat.gov.in | આઈ ખેડૂત પોર્ટલ 2024 શું છે?
આર્ટિકલનું નામ | ઓનલાઈન અરજી ikhedut portal Gujarat |
વિભાગનું નામ | કૃષિ અને ખેડૂત ક્લ્યાણ વિભાગ ગાંધીનગર, ગુજરાત |
પોર્ટલ પર અરજી કરવાની છેલ્લી તારીખ | 24 જૂન 2024 |
પોર્ટલનો ઉદ્દેશ | ખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઇન મળી રહે તે માટે iKhedut Portal બનાવવા આવેલ છે. |
કોણ લાભ લઇ શકે | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂત ભાઈઓ |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન અને ઓફલાઈન |
આઇ ખેડૂત પોર્ટલ 2024 ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક ઓનલાઇન પોર્ટલ છે એના દ્વારા ખેડૂતોને વિવિધ કૃષિ લગતી યોજનાઓ, સબસીડી અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો ઘરે બેઠા ઓનલાઈન જાણી શકે છે.
2024 માં ગુજરાતના ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા ખેતીને લગતી બધી જ માહિતી તેમજ વિવિધ યોજનાઓ ની માહિતી મેળવી શકે તે ઉદ્દેશ થી ikhedut portal Gujarat 2024-25 શરૂ કરવામાં આવેલ છે. આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતો આ યોજનાનો લાભ ઘરે બેઠા લઈ શકે છે.
iKhedut Portal 2024 Yojana List
- બાગાયતી ની યોજનાઓ,
- પશુપાલન ની યોજનાઓ,
- ખેતીવાડી ની યોજનાઓ
- મત્સ્ય પાલન ની યોજનાઓ
- ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
- સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
- ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
- ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના
- આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
- બટાટા અને લાલ ડુંગળી માટે સહાય
અમે આજે આ લેખમાં તમને Ikhedut Portal Yojana 2024 – Registration, Eligibility, Benefits, Status & Documents ની માહિતી આપીશું.
iKhedut Portal 2024 – Registration (આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન ઓનલાઇન કઈ રીતે થાય?)
આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતો તમામ યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન લઈ શકે છે. જોકે તમે આ ખેડૂતલક્ષી યોજના નો લાભ ઓનલાઇન અને ઓફલાઈન બે રીતે લઈ શકો છો. જો તમે ઓનલાઈન લાભ લેવા માંગતા હોય તો તમે ગ્રામ પંચાયતના VCE પાસેથી ઓનલાઈન આવેદન કરાવી શકો છો, તેમજ તાલુકા પંચાયતમાં જઈને કોમ્પ્યુટર ઓપરેટર જોડેથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
આજે આપણે આ લેખમાં જાણીશું કે ખેડૂત ભાઈઓ ઘરે બેઠા બેઠા કઈ રીતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન આવેદન કરી શકે છે. તમારે કોઈ પણ યોજના નો લાભ લેવો હોય તો સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. રજીસ્ટ્રેશન કર્યા વગર પણ તમે કોઈપણ યોજનાઓનો લાભ ઘરે બેઠા લઈ શકો છો.
નીચે આપેલા સ્ટેપને ફોલો કરીને તમે તમારા મોબાઇલ દ્વારા અથવા લેપટોપથી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકો છો.
- આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમે google માં જઈને iKhedut Portal સર્ચ કરો, એટલે તમારી સામે આઇ ખેડૂત પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in આવશે તેની પર ક્લિક કરો. વેબસાઈટ નીચે મુજબ દેખાશે.
- આઇ ખેડુત પોર્ટલ ની વેબસાઈટ ખોલ્યા પછી તમે હોમ પેજ પર યોજનાનો વિકલ્પ દેખાશે તેની પર ક્લિક કરો.
- પછી તમારી સામે અલગ અલગ વિભાગની યોજનાઓ નું લિસ્ટ દેખાશે તેમાં તમે જે વિભાગમાં અરજી કરવા માંગતા હોય તેની પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર કરેલ છે? તમારે હા અથવા ના જવાબ આપવાનું છે. રજીસ્ટર ના કરેલ હોય તો ના પર ક્લિક કરો અને રજીસ્ટર કરેલ હોય તો હા પર ક્લિક કરો.
- પછી આગળની ફોર્મ ભરવાની પ્રોસેસ કરો.
- આઈ ખેડૂત પોર્ટલ પર યોજના માટે આવેદન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે.
Ikhedut Portal 2024- Eligibility (આઈ ખેડૂત પોર્ટલ માટે પાત્રતા)
આઇ ખેડૂત પોર્ટલ યોજના નો લાભ લેવો હોય તો તમારે નીચે આપેલી પાત્રતા હોવી જરૂરી છે .
- તમારી પાસે જમીન હોવી જોઈએ
- તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
- તમે અગાઉ બીજી કોઈપણ યોજના નો લાભ લીધેલો હોવો ન જોઈએ.
- તમે ગ્રામીણ વિસ્તારના રહેવાસી હોવા જોઈએ.
- તમારું બેંકમાં ખાતું હોવું જોઈએ
- તમારી જોડે તમારી જમીનના 7/12 ના ઉતારા હોવો જોઈએ.
Ikhedut Portal 2024 Document (આઈ ખેડૂત પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજ)
આઇ ખેડૂત પોર્ટલ ની કોઈપણ યોજનાઓ તમે લાભ લેવા માંગો છો તો નીચે આપેલા દસ્તાવેજ તમારી જોડે હોવા જોઈએ.
- તમારું આધાર કાર્ડ
- તમારું પાનકાર્ડ
- તમારી જમીનના 7/12 ના ઉતારા
- તમારી જમીનનો સર્વે નંબર
- તમારા બેંકની પાસબુક
- તમારું મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી,
- રેશનકાર્ડ નો નંબર
Ikhedut Portal 2024 Benefits (આઇ ખેડૂત પોર્ટલથી થતા લાભ)
આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોને નીચે મુજબના ફાયદાઓ થશે
- ખેડૂતો ઘરે બેઠા કોઈપણ યોજના નો લાભ લઇ શકશે
- ખેડૂતોની આવકમાં વધારો થશે
- ખેડૂતોને સરકારી કચેરી ના ધક્કા નહિ ખાવા પડે
- આઇ ખેડૂત પોર્ટલથી ખેડૂતો ઘરે બેઠા બેઠા પોતાની યોજનાનું સ્ટેટસ ચેક કરી શકશે
ઓનલાઈન અરજી ikhedut portal Gujarat (i khedut portal online application)
i khedut arji: iKhedut Portal 2024 ની કોઈપણ યોજનામાં ઓનલાઇન અરજી કરવી હોય તો તમે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને યોજનામાં આવેદન કરી શકો છો.
- ખેડૂતોએ સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે
- તેના પછી હોમપેજ ખુલશે જેમાં “યોજના” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- પછી નવા પેજમાં હાલમાં ચાલી રહેલી અલગ અલગ વિભાગની ikhedut portal yojana list 2024 દેખાશે , તેમાંથી તમે જે પણ વિભાગની યોજનાનો લાભ લેવા માંગતા હોય તેની પર ક્લિક કરવાનું રહેશે.
ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
મત્સ્ય પાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો | ક્લિક કરો |
- પછી જે તે વિભાગની બીજી ઘણી બધી યોજનાઓના લિસ્ટ આવશે, જેમાં તમે જે પણ યોજના નો લાભ લેવા માંગો છો તે યોજનામાં “અરજી કરો” વિકલ્પ આપેલા છે તેની પર ક્લિક કરો.
- પછી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?” જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ “હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” પસંદ કરવાનું રહેશે. પછી પર ક્લિક કરો
- પછી એક નવું પેજ ખુલશે જેમાં તમારે “નવી અરજી કરો” એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- નવું પેજ ખુલશે જેમાં તમને ફોર્મ દેખાશે એ ફોર્મ માં તમારે અરજદારની વિગત, રેશનકાર્ડ ની વિગત તથા બેંકની ડિટેલ્સ ભરવાની રહેશે
- પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે
- તમારે તમારી માહિતી ભરીને ફરીથી એકવાર ચેક કરવાની રહેશે ત્યારબાદ “અરજી સેવ કરો” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- તેના પછી એક નવો અરજી નંબર આવશે જે તમારી સુરક્ષિત રીતે નોંધીને સાચવી રાખવાનું રહેશે
- આ અરજી નંબર થી તમે તમારા ફોર્મમાં સુધારા વધારા કરી શકો છો અને પછી “અરજી કન્ફર્મ કરો” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- એ વિકલ્પ પર ક્લિક કર્યા પછી જેમાં તમારે તમારો અરજી નંબર નાખવાનો રહેશે અથવા રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને કેપચ્યા કોડ નાખવાનું રહેશે પછી તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે
- તેના પછી તમારે તમારી અરજી પ્રિન્ટ કાઢવા માટે તમારો અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નો નંબર નાખવાનો રહેશે
- તેના પછી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખી મૂકવી. હવે આ અરજી ની પ્રિન્ટ પર તમારે સરકારી અધિકારી તથા VCE ના સહી સિક્કા કરાવવાના રહેશે પછી જ તમે યોજનાનો લાભ લઇ શકો.
આઇ ખેડૂત પોર્ટલની અરજી પર સરકારી અધિકારીના સહી સિક્કા કરાવ્યા પછી શું કરવું
તમે જે પણ યોજના નો લાભ લેવા માંગો છો તે યોજના ની અરજીની પ્રિન્ટ કઢાવ્યા પછી સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી સિક્કા કરાવવાના હોય છે સહી સિક્કા કરાવ્યા પછી અરજી ફોર્મ અપલોડ કરવાનો હોય છે જે નીચે મુજબ તમે સ્ટેપ ફોલો કરી શકો છો.
- લાભાર્થી પોતાના અરજીના નંબર અથવા રેશનકાર્ડ નો નંબર નાખીને મેનુ ખોલવાનું હોય છે
- તેના પછી માંગલ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને સહી સિક્કા વાળું ફોર્મ પણ અપલોડ કરવાનું રહેશે.
- હવે તમે યોજનાના લાભ લેવા માટે પસંદ થયેલા હશો તો સંબંધિત જિલ્લા કચેરી દ્વારા તમારી સંપર્ક કરવામાં આવશે જ્યાંથી તમને યોજનાનો લાભ આપવામાં આવશે.
આઇ ખેડુત પોર્ટલ ની ઓનલાઈન અરજી નું સ્ટેટસ કેવી રીતે તપાસવું? Ikhedut Portal 2024 Application status
આઇ ખેડૂત પોર્ટલ પરથી તમે તમારી અરજીનું ઓનલાઇન સ્ટેટસ ચેક કરી શકો છો. જેમાં લાભાર્થીઓ દ્વારા ઓનલાઇન એપ્લિકેશન કર્યા પછી i khedut arji status જોઈ શકે છે.
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
- હોમપેજ પણ તમને i khedut arji status જોવા માટે “અરજીનું સ્ટેટસ તપાસવા અહીં ક્લિક કરો” નામનો વિકલ્પ દેખાશે તેની પર ક્લિક કરો.
- હવે તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો તે પસંદ કરો અને તમારે તમારી અરજી નંબર અથવા રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને પછી નવું પેજ ખુલશે જેમાં તમને તમારી અરજીનું સ્ટેટસ જોવા મળશે.
સારાંશ
ખેડૂત મિત્રો આ લેખમાં અમે તમને આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 ની અરજી કઈ રીતે કરવી, પાત્રતા, દસ્તાવેજ, અરજી સ્ટેટસ ની સંપૂર્ણ માહિતી આપી છે.