ગુજરાતમાં ચાલી રહેલા રનિંગ અને ફિઝિકલ ટેસ્ટના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યા છે. અલગ-અલગ કેન્દ્રો પર ઉમેદવારોની હાજરી અને પાસ થનારા ઉમેદવારોની સંખ્યાએ સમગ્ર પ્રક્રિયાને મહત્વપૂર્ણ બનાવી છે. Police ground running pass gujarat 2026
ખેડા ગ્રાઉન્ડ
ખેડા ગ્રાઉન્ડ પરથી મળેલી માહિતી મુજબ કુલ 82 ઉમેદવારો સફળ રહ્યા. ભરૂચ ગ્રાઉન્ડ પર 200 ઉમેદવારોમાંથી 78 ઉમેદવારોએ રનિંગ ટેસ્ટ પાસ કર્યો. હિંમતનગર ગ્રાઉન્ડ પર 200માંથી 60 ઉમેદવારો સફળ જાહેર થયા.
જુનાગઢ ગ્રાઉન્ડ
જુનાગઢ ગ્રાઉન્ડ પર 110થી વધુ ઉમેદવારો પાસ થયા હોવાનું ગ્રાઉન્ડ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગોધરા ગ્રાઉન્ડ પર પ્રથમ રાઉન્ડમાં 101 ઉમેદવારો અને બીજા રાઉન્ડમાં 107 ઉમેદવારો સફળ રહ્યા.
અમદાવાદ ગ્રાઉન્ડ
મહેસાણા ગ્રાઉન્ડ પર પ્રથમ રાઉન્ડમાં 200માંથી 112 ઉમેદવારો પાસ થયા હતા. નડિયાદ ગ્રાઉન્ડ પર 100થી વધુ ઉમેદવારો સફળ રહ્યા છે. અમદાવાદ ગ્રાઉન્ડ પરથી પણ 110થી વધુ ઉમેદવારો પાસ થયાની માહિતી મળી છે.
પહેલા દિવસના રનિંગ રિપોર્ટ અનુસાર વાવ બેંચ પરથી 50થી 60 ઉમેદવારો પાસ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલ ગ્રાઉન્ડ
ગોંડલ ગ્રાઉન્ડ પર સવારે 6:15 વાગ્યે પ્રથમ શિફ્ટ શરૂ થઈ હતી, જેમાં 200 ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમાંમાંથી 50 ટકા કરતાં વધુ ઉમેદવારો પાસ થયા હોવાનું ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાવાયું છે.
મહેસાણા ગ્રાઉન્ડ
મહેસાણા ગ્રાઉન્ડ પર વાવ અને થરાદ વિસ્તારથી આવેલા ઉમેદવારોમાંથી 130થી વધુ ઉમેદવારો સફળ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
જામનગર ગ્રાઉન્ડ
જામનગર ગ્રાઉન્ડ પર કુલ 80 ઉમેદવારો પાસ થયા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.











