CCE Bharti Group A & B 2026: કઈ કઈ પોસ્ટ આવે છે? સંપૂર્ણ વિગત અહીં સમજો

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા CCE (Combined Competitive Examination) ભરતી 2026ના ગેઝેટ અનુસાર Group A અને Group B હેઠળ આવતી તમામ પોસ્ટોની અધિકૃત યાદી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને Class-III (ક્લાસ 3) કક્ષાની સરકારી નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ છે. CCE Group A and Group B post list

22 જાન્યુઆરી 2026ના ગુજરાત સરકારના ગેઝેટ (PART IV-A) મુજબ આ તમામ પોસ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. CCE Bharti Group A & B 2026 CCE New Bharti 2026

CCE Group A 2026 હેઠળ આવતી પોસ્ટો CCE Group A Post List

Group Aમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ક્લાસ-3ની મહત્વપૂર્ણ પોસ્ટો સામેલ કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે સચિવાલય, કમિશનર કચેરી, જિલ્લા કચેરીઓ અને ડાયરેક્ટોરેટ સ્તરની પોસ્ટો આવે છે.

Group Aમાં સમાવિષ્ટ કેટલીક મહત્વની પોસ્ટો નીચે મુજબ છે:

  • Office Assistant, Class III (Secretariat Department અને GPSC)
  • Senior Clerk, Class III (રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ)
  • Head Clerk, Class III
  • Junior Clerk, Class III (Collector કચેરી સિવાય)
  • Office Superintendent, Class III (Agriculture, Health, Industries, Home Department વગેરે)
  • Junior Assistant, Class III
  • Deputy Chitnis (State Cadre), Class III
  • Sub Registrar Grade-1 અને Grade-2, Class III
  • Inspector of Stamps, Class III
  • Social Welfare Inspector / Assistant Social Welfare Officer
  • Assistant Tribal Development Officer
  • Assistant Superintendent (Narmada, Water Resources Department)
  • Office Superintendent – Home Department (Prison, Prohibition & Excise)
  • Pravasi Yuva Vikas Adhikari
  • Janasampark Adhikari
  • Auditor Group-1 (Education Department)

આ તમામ પોસ્ટો CCE Group A હેઠળ લેવામાં આવશે અને પોસ્ટિંગ રાજ્યના વિવિધ વિભાગોમાં રહેશે.

CCE Group B 2026 હેઠળ આવતી પોસ્ટ CCE Group B Post List PDF

  • Group Bમાં હાલ ગેઝેટ મુજબ એક મુખ્ય પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે:
  • Junior Clerk, Class III
    (રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં, Collector કચેરી અને Appendix-Bમાં દર્શાવેલી કચેરીઓ સિવાય)
  • આ Junior Clerk પોસ્ટ મોટા પ્રમાણમાં ઉમેદવારો માટે સૌથી વધુ ચર્ચામાં રહેતી પોસ્ટ છે.

Appendix-B: કઈ કચેરીઓ CCEમાંથી બહાર રાખવામાં આવી છે?

ગેઝેટ મુજબ કેટલીક કચેરીઓ એવી છે, જ્યાંની પોસ્ટો CCE ભરતીમાં આવતી નથી. તેમાં મુખ્યત્વે નીચેની કચેરીઓ સામેલ છે:

  • Judicial Courts (ગુજરાત રાજ્ય)
  • Governor Office
  • Gujarat Legislative Secretariat
  • Gujarat Vigilance Commission
  • Panchayat Service Selection Board હેઠળ આવતી પોસ્ટો
  • Soldier’s, Sailor’s & Airmen’s Board
  • Liaison Office (Mumbai/Bombay)

આ કચેરીઓ માટે અલગ ભરતી પ્રક્રિયા હોય છે.

CCE ભરતી 2026 કોના માટે મહત્વપૂર્ણ છે?

જો તમે:

  • ક્લાસ 3ની સરકારી નોકરી ઈચ્છતા હો
  • Junior Clerk, Senior Clerk, Head Clerk, Office Assistant જેવી પોસ્ટ માટે તૈયારી કરતા હો
  • એક જ પરીક્ષા દ્વારા અનેક પોસ્ટ માટે તક મેળવવા માંગતા હો
  • તો CCE Bharti 2026 તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment