દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ભણે અને જીવનમાં આગળ વધે. પરંતુ ઘણી વખત આર્થિક પરિસ્થિતિઓના કારણે પ્રાઈવેટ શાળામાં અભ્યાસ કરાવવો મુશ્કેલ બની જાય છે. એવા સમયે સરકાર દ્વારા આપવામાં આવતો રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે. rte gujarat 2026
RTE હેઠળ શું ફાયદો મળે છે? RTE ગુજરાત
આ યોજના હેઠળ બાળકોને પ્રાઈવેટ શાળામાં ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. એટલે કે, માતા-પિતાને શાળાની ફી ભરવાની જરૂર રહેતી નથી. એટલું જ નહીં, સરકાર દ્વારા બાળકો માટે પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ માટે પણ અલગથી સહાય રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. આથી બાળકના શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે.
મહત્વપૂર્ણ તારીખો યાદ રાખો RTE Gujarat 2026-27 start date
RTE માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ 2026 થી શરૂ થશે અને 17 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે. એટલે સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે છેલ્લી તારીખ બાદ ફોર્મ સ્વીકારવામાં આવતું નથી.
ઉંમર માટેની શરત શું છે?
બાળકની ઉંમર 1 જૂન 2026ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ, પરંતુ 7 વર્ષ પૂર્ણ થયા ન હોવા જોઈએ. એટલે આ ઉંમરગાળામાં આવતું બાળક જ આ યોજનાનો લાભ લઈ શકે છે.
rte gujarat 2026 ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો Rte form documents gujarati download
RTE માટે અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકનો પાસપોર્ટ સાઇઝ ફોટો, જન્મનો દાખલો અને આધાર કાર્ડ ફરજિયાત છે.
સરનામાના પુરાવા માટે પિતાનું આધાર કાર્ડ, લાઈટ બિલ, ટેક્સ બિલ, રેશન કાર્ડ, ઈલેકશન કાર્ડ અથવા રજીસ્ટર્ડ ભાડા કરાર પૈકી કોઈ એક દસ્તાવેજ માન્ય ગણાશે.
બેંકની વિગતો પણ જરૂરી છે. વાલી અથવા બાળકના બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર DBT સાથે લિંક કરેલું હોવું જોઈએ, જેથી સરકારની સહાય સીધી ખાતામાં જમા થઈ શકે.
તે સિવાય પિતાનું PAN કાર્ડ અને મામલતદાર દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો પણ જરૂરી રહેશે.
જો પરિવાર પાસે BPL કાર્ડ હોય તો તે મુજબનો દાખલો આપવો પડશે. જો પરિવારની એક જ દિકરી હોય તો સક્ષમ અધિકારીનો પ્રમાણપત્ર આપવો જરૂરી છે.
રીઝર્વ કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો અને જો બાળક દિવ્યાંગ હોય તો તેની સંબંધિત સર્ટિફિકેટ આપવી પડશે. ઉપરાંત, બાળક આંગણવાડીમાં ભણ્યું હોય તો તેનો દાખલો પણ રજૂ કરવો જરૂરી છે.











