CTET February 2026 Result જાહેર – હવે સરળ રીતે ચેક કરો તમારું સ્કોરકાર્ડ

CTET February 2026

Central Board of Secondary Education દ્વારા લેવામાં આવેલ CTET February 2026 પરીક્ષાનો રિઝલ્ટ હવે સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે. લાખો વિદ્યાર્થીઓ હવે પોતાનો સ્કોરકાર્ડ ઑનલાઇન જોઈ શકે છે. CTET FEB result declared

જો તમે પણ આ પરીક્ષા આપી હોય, તો હવે તમારું પરિણામ ચેક કરવાનો સમય આવી ગયો છે.

પરીક્ષા ક્યારે યોજાઈ હતી? CTET FEB result declared

આ વખતની CTET પરીક્ષા માટે અરજી પ્રક્રિયા નવેમ્બર 2025 થી શરૂ થઈ હતી અને ડિસેમ્બર 2025 સુધી ચાલી હતી.

ત્યારબાદ પરીક્ષા 7 અને 8 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાઈ હતી. પરીક્ષા પૂરી થયા પછી 12 માર્ચ 2026 ના રોજ આન્સર કી બહાર પાડવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓએ અંદાજ લગાવી લીધો હતો કે કેટલા માર્ક્સ આવી શકે.

હવે ફાઇનલ રિઝલ્ટ આવી ગયો છે એટલે તમે સાચો સ્કોર જોઈ શકો છો.

CTET પાસ કરવાથી શું ફાયદો થાય?

અહીં એક મહત્વની વાત સમજવી જોઈએ…

  • Paper 1 પાસ કરશો તો તમે ધોરણ 1 થી 5 સુધીના બાળકોને ભણાવી શકો
  • Paper 2 પાસ કરશો તો તમે ધોરણ 6 થી 8 સુધી ભણાવી શકો

સૌથી સારી વાત એ છે કે હવે CTET નું સર્ટિફિકેટ જીવનભર માટે માન્ય છે. એટલે એક વાર પાસ થઈ જશો તો ફરીથી પરીક્ષા આપવાની જરૂર નથી.

CTET Result કેવી રીતે ચેક કરવું?

પ્રક્રિયા બહુ સરળ છે, તમે ઘરે બેઠા પણ કરી શકો છો:

  1. સત્તાવાર વેબસાઇટ પર જાઓ ctet.nic.in
  2. હોમપેજ પર “CTET February 2026 Result” લિંક પર ક્લિક કરો
  3. તમારો રોલ નંબર અથવા જન્મ તારીખ નાખો
  4. કૅપ્ચા ભરીને Submit કરો
  5. હવે તમારું સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે
  6. તેને Download કરીને Print પણ લઈ શકો છો

સર્ટિફિકેટ ક્યાં મળશે?

રિઝલ્ટ જાહેર થયા પછી તમારું સર્ટિફિકેટ DigiLocker પર પણ અપલોડ કરવામાં આવશે.

એનો ફાયદો એ છે કે તમે કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ તમારું સર્ટિફિકેટ સરળતાથી ઉપયોગ કરી શકો છો—ખાસ કરીને નોકરી માટે.

Join WhatsApp

Join Now

Leave a Comment