Gujarat Helmet Drive 2026: 1 મેથી રાજ્યભરમાં કડક ઝુંબેશ શરૂ, હેલ્મેટ વગર હવે સીધી કાર્યવાહી

Gujarat Helmet Drive 2026

ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. 1 મે થી 31 મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ ‘હેલ્મેટ ડ્રાઇવ ’ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો સીધો હેતુ છે—લોકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન. Gujarat Helmet Drive 2026

હવે કોઈને છૂટ નહીં—સરકારી કર્મચારીઓ પણ દંડથી બચશે નહીં

પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે ઝુંબેશ સંપૂર્ણ રીતે સખ્ત રહેશે. નિયમો તોડનાર કોઈપણ વ્યક્તિ—ભલે તે સામાન્ય નાગરિક હોય કે સરકારી અધિકારી—તે સામે કાયદેસરની કાર્યવાહી થશે. એટલે હવે “ઓળખાણ” કામ નહીં આવે.

હેલ્મેટ હવે ફક્ત ડ્રાઇવર માટે નહીં, પિલિયન માટે પણ ફરજિયાત

ગુજરાત પોલીસના ઇનચાર્જ આઈજી (STB) દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર પ્રમાણે, મોટર વાહન અધિનિયમની કલમ 129 હેઠળ ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ઘણી વાર લોકો પાછળ બેસનાર માટે નિયમ અવગણે છે, પરંતુ હવે એ ભૂલ મોંઘી પડી શકે છે.

સ્થળ પર જ દંડ—કોઈ બહાનું નહીં ચાલે

ટ્રાફિક પોલીસને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિયમ ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવે. એટલે જો તમે હેલ્મેટ વગર પકડાશો, તો તરત જ એક્શન થશે—પછી “સમજાવી દઈએ” જેવા વિકલ્પ નહીં રહે.

શું બદલાશે આ ડ્રાઇવથી?

આ ઝુંબેશનો સીધો અસર રોડ સેફ્ટી પર પડશે. ખાસ કરીને ટુ-વ્હીલર અકસ્માતોમાં માથાની ઈજા સૌથી વધુ જોખમી હોય છે. હેલ્મેટ ફરજિયાત થવાથી જીવ બચાવવાની સંભાવના ઘણી વધી જાય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment