દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે આજે મોટો દિવસ બની શકે છે. Central Board of Secondary Education દ્વારા ધોરણ ૧૨નું પરિણામ હવે થોડા જ કલાકોમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા, અને હવે આખરે એ રાહ પૂરી થવાની નજીક છે. CBSE Class 12th Results 2026 CBSE Class 12th Results 2026
CBSE બોર્ડનું પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ પર ઓનલાઈન જાહેર કરવામાં આવશે. ખાસ વાત એ છે કે સત્તાવાર જાહેરાત પહેલા જ DigiLocker પર પરિણામ સંબંધિત લિંક દેખાવા લાગી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
આ વર્ષે લગભગ ૧.૮ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને ૧૦ એપ્રિલ સુધી ચાલી હતી.
ખુશખબર! ₹50,000 સુધીની આર્થિક સહાય
આ વર્ષે પ્રથમ વખત લાગુ થઈ નવી માર્કિંગ સિસ્ટમ
CBSE એ આ વર્ષે પ્રથમ વખત ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા માટે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ’ નો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિ હેઠળ શિક્ષકો દ્વારા લેપટોપ અથવા ટેબ્લેટની મદદથી ડિજિટલ રીતે પેપર ચેક કરવામાં આવ્યા હતા.
બોર્ડનું માનવું છે કે આ સિસ્ટમથી પરિણામ પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની છે.
CBSE ધોરણ 12નું પરિણામ ૨૦૨૬ ક્યાં તપાસી શકશો?
વિદ્યાર્થીઓ નીચે આપેલી સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકશે:
તે સિવાય વિદ્યાર્થીઓ UMANG એપ દ્વારા પણ પરિણામ જોઈ શકશે.
CBSE 12મું પરિણામ ૨૦૨૬ કેવી રીતે ચેક કરવું?
પરિણામ જાહેર થયા બાદ નીચેના સરળ સ્ટેપ્સ ફોલો કરો:
- સૌપ્રથમ CBSE Website પર જાઓ.
- હોમપેજ પર દેખાતી “CBSE 12th Result 2026” લિંક પર ક્લિક કરો.
- રોલ નંબર
- સ્કૂલ નંબર
- એડમિટ કાર્ડ ID
- તમામ વિગતો સબમિટ કર્યા પછી તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ પણ લઈ લો.













