ગુજરાતના ખેડૂતો માટે રવી સીઝન 2026-27માં રાહતના સમાચાર છે. રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓના કુલ 48,190 ખેડૂતોને બિયારણ અને ખાતરની સહાય આપવામાં આવશે. આ યોજનામાં ઘઉં, ચણા, મકાઈ ઉપરાંત ટામેટા, ભીંડા, રીંગણ, દૂધી અને કાકડી સહિત વિવિધ પાકોનાં બિયારણનો લાભ મળશે. Gujarat Farmer Free Crop Seeds and Fertilizer 2026
કયા 7 જિલ્લાના ખેડૂતોને મળશે ઘઉં, ચણા અને મકાઈનાં બિયારણ?
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને ઘઉં, ચણા અથવા મકાઈનાં બિયારણ આપવામાં આવશે. આ ઉપરાંત ટામેટા, ભીંડા અને રીંગણનાં બિયારણ પણ આપવામાં આવશે.
ખાતર સહાયમાં ખેડૂતોને નીચેની વસ્તુઓ મળશે:
- 50 કિલોની એક થેલી PROM ખાતર
- 50 કિલો એમોનિયમ સલ્ફેટ
- NPKની એક બોટલ
દક્ષિણ ગુજરાતના આ 7 જિલ્લામાં મળશે શાકભાજીનાં બિયારણ
નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોને શાકભાજીની ખેતી માટે વિવિધ બિયારણ આપવામાં આવશે.
તેમાં ભીંડા, ટામેટા, દૂધી, કાકડી, રીંગણ અને કોબીજનાં બિયારણનો સમાવેશ થાય છે.
યોજનાનો લાભ લેવા સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે
આ યોજનાની અરજી અને મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. ગુજરાતના જનજાતીય વિકાસ વિભાગ દ્વારા આ માટે ખાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.
વર્ષ 2022-23થી રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આ પોર્ટલ કાર્યરત છે. પાત્રતા ધરાવતા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે અને સહાયની મંજૂરીની પ્રક્રિયા પણ પોર્ટલ મારફતે પૂર્ણ કરી શકે છે.
ખેડૂતો માટે ખાસ નોંધ
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાની પાત્રતા અને અરજીની શરતો સત્તાવાર પોર્ટલ પર તપાસવી જરૂરી છે. અરજી કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજો અને યોજનાની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી લેવી.












