દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 હવે રદ્દ કરવામાં આવી છે. National Testing Agency દ્વારા પેપર લીકના શંકાસ્પદ મામલાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમગ્ર કેસની તપાસ Central Bureau of Investigation એટલે કે CBI કરશે.
માહિતી મુજબ 3 મે 2026ના રોજ દેશભરમાં NEET UG પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરંતુ પરીક્ષા બાદ પેપર લીક સંબંધિત અનેક ઇનપુટ્સ અને ફરિયાદો સામે આવતા મામલો ગંભીર બન્યો હતો.
120 પ્રશ્નો ગેસ પેપર સાથે મેચ થયા હોવાનો દાવો Why is neet ug 2026 cancelled
રાજસ્થાન પોલીસની SOG ટીમની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા પહેલા એક ગેસ પેપર વિદ્યાર્થીઓ વચ્ચે વાયરલ થઈ રહ્યું હતું. તેમાંના આશરે 120 પ્રશ્નો કેમિસ્ટ્રી વિભાગમાં હૂબહૂ મળતા આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 720માંથી લગભગ 600 માર્ક્સના પ્રશ્નો અગાઉથી લીક થયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
NTAએ શું કહ્યું? NEET UG 2026 Cancelled
NTAએ જાહેરનામામાં જણાવ્યું કે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે અને પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ હવે પરીક્ષા ફરી લેવામાં આવશે.
નવી પરીક્ષાની તારીખ અને નવા એડમિટ કાર્ડ અંગેની માહિતી ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
ફરી અરજી કરવાની જરૂર નહીં
જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજી કરી હતી તેઓને ફરી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. જૂનું રજિસ્ટ્રેશન જ માન્ય રહેશે અને કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓમાં ચિંતા અને નિરાશા
પરીક્ષા રદ્દ થતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નિરાશા ફેલાઈ ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓએ મહિનાઓ સુધી તૈયારી કર્યા બાદ પરીક્ષા આપી હતી. હવે ફરી પરીક્ષા આપવી પડશે જેના કારણે વિદ્યાર્થીઓમાં તણાવ વધ્યો છે.











