UCC 2026 નિયમો લાગુ , ગુજરાતમાં હવે લગ્ન, છૂટાછેડા અને વારસાઈના નિયમો બદલાઈ ગયા!

UCC 2026 Bill in gujarati

ચાલો જાણીએ આ કાયદા હેઠળ કયા નિયમો લાગુ થશે અને નિયમોનું ઉલ્લંઘન કરવા પર કેટલી સજા અને દંડ થઈ શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC 2026 UCC 2026 Bill in gujarati

સૌપ્રથમ વાત કરીએ લગ્નની નોંધણી વિશે.

UCC હેઠળ લગ્નની નોંધણી ફરજિયાત રહેશે. લગ્ન થયાના 60 દિવસની અંદર નોંધણી કરાવવાની રહેશે. જો સમયસર નોંધણી નહીં કરાવવામાં આવે તો 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

બળજબરી કે ધાકધમકીથી લગ્ન કરાવવામાં આવે તો 7 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. અગાઉ થયેલા લગ્નની નોંધણી માટે એક વર્ષની મુદત આપવામાં આવશે.

ગુજરાતના રહેવાસીઓએ રાજ્યની બહાર કરેલા લગ્નની પણ નોંધણી કરાવવી પડશે. જ્યારે નોટિસ મળ્યા બાદ 30 દિવસમાં જરૂરી યાદી રજૂ નહીં કરવામાં આવે તો 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

હવે જાણીએ લગ્ન કઈ પરિસ્થિતિમાં રદબાતલ થઈ શકે છે.

જો લગ્ન બળજબરી, છેતરપિંડી અથવા સંમતિ મેળવવા માટે ખોટી ઓળખ છુપાવીને કરવામાં આવ્યા હોય, ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવ્યું હોય, અન્ય વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધ્યો હોય, લગ્ન બાદ બે વર્ષ સુધી ત્યજી દેવામાં આવ્યા હોય અથવા ધર્માંતરણ થયું હોય, તો કાયદામાં દર્શાવેલી શરતો મુજબ લગ્ન રદ કરવાની અરજી થઈ શકે છે.

લગ્ન વિચ્છેદ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરીને લગ્ન કરાવવામાં આવે તો 6 મહિનાની કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. જ્યારે ગેરકાયદેસર રીતે લગ્ન વિચ્છેદ કરાવવા બદલ 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

ખાસ વાત એ છે કે લગ્ન રદ અથવા રદબાતલ જાહેર થાય તો પણ તે લગ્નથી થયેલું બાળક કાયદેસર ગણાશે.

હવે વાત કરીએ લિવ-ઇન રિલેશનશિપની.

UCC હેઠળ લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ફરજિયાત રહેશે. લિવ-ઇનમાં રહેવા છતાં એક મહિનાની અંદર નોંધણીનું નિવેદન રજૂ નહીં કરવામાં આવે તો 3 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

સગીરા સાથે લિવ-ઇન સંબંધ બાંધવામાં આવ્યો હોય તો પોક્સો કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

રાજ્યની બહાર લિવ-ઇનમાં રહેતા ગુજરાતના રહેવાસીઓ પણ સંબંધિત રજિસ્ટ્રાર સમક્ષ નિવેદન રજૂ કરી શકશે.

લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલું બાળક કાયદેસર ગણાશે. જોકે, ઓછામાં ઓછી એક વ્યક્તિ પરણિત હોય અથવા સગીર હોય તો આવા સંબંધને કાયદા હેઠળ માન્યતા મળશે નહીં.

પરણિત હોવા છતાં લિવ-ઇનમાં રહેતી વ્યક્તિને 5 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે.

છેલ્લે જાણીએ છૂટાછેડા અંગેના નિયમો.

UCC હેઠળ છૂટાછેડા માટે પણ કાયદેસરની પ્રક્રિયા કરવી પડશે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડા જ માન્ય ગણાશે.

કાયદાના અમલથી એક વર્ષની અંદર રજિસ્ટ્રાર સમક્ષ જરૂરી અરજી કરવાની રહેશે. કોર્ટની બહાર છૂટાછેડા કરવામાં આવે તો 3 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

રાજ્યની બહારની કોર્ટ દ્વારા છૂટાછેડા આપવામાં આવ્યા હોય અને કોઈ એક પક્ષ ગુજરાતમાં રહેતું હોય તો સંબંધિત રજિસ્ટ્રારને જાણ કરવાની રહેશે.

લગ્ન રદ કરવાની નોંધણી માટે રજિસ્ટ્રારનો સંપર્ક કરવામાં નિષ્ફળ જવા પર 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

તો મિત્રો, ગુજરાત UCC 2026 ની આ મહત્વપૂર્ણ જોગવાઈઓની માહિતી દરેક નાગરિક સુધી પહોંચાડવા માટે આ માહિતી શેર જરૂર કરજો.

Join WhatsApp

Join Now

Leave a Comment