ગુજરાતમાં પાણીની બચત અને સિંચાઈની કાર્યક્ષમતા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ યોજના (Micro Irrigation Scheme) હેઠળ ખેડૂતોને ટપક, મિની ફુવારા સહિતની સિંચાઈ પદ્ધતિ માટે સહાય આપવામાં આવે છે. Fawara subsidy 2026 gujarat
ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ (GGRC) દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવે છે. GGRCની સત્તાવાર માહિતી મુજબ 24 એપ્રિલ 2025થી અમલમાં આવેલા સબસિડીના ધોરણો પ્રમાણે ખેડૂતની શ્રેણી અને વિસ્તારના આધારે પ્રતિ હેક્ટર સહાય અલગ-અલગ છે. સરકાર આપશે 95% સબસીડી! ટપક ફુવારા યોજના
ટપક સિંચાઈના મુખ્ય ફાયદા
ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી સીધું પાકના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. તેના કારણે પાણી અને ખાતરના ઉપયોગમાં કાર્યક્ષમતા વધારી શકાય છે.
- પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
- પાકના મૂળ સુધી નિયંત્રિત રીતે પાણી પહોંચાડી શકાય છે.
- ખાતરનો ઉપયોગ વધુ અસરકારક રીતે કરી શકાય છે.
- નીંદણ અને પાણીના બગાડને ઘટાડવામાં મદદ મળે છે.
- ઓછા પાણીવાળા વિસ્તારોમાં સિંચાઈ માટે ઉપયોગી પદ્ધતિ છે.
સૂક્ષ્મ સિંચાઈ માટે કેટલી સબસિડી મળે છે?
GGRCની સત્તાવાર વેબસાઇટ મુજબ 24 એપ્રિલ 2025થી લાગુ ધોરણો આ પ્રમાણે છે:
| ખેડૂત વર્ગ | નોન-ડાર્ક ઝોન વિસ્તાર | ડાર્ક ઝોનના 57 તાલુકા |
|---|---|---|
| સામાન્ય ખેડૂત – 2 હેક્ટર કે તેથી વધુ જમીન | 70% સુધી | — |
| સામાન્ય નાના અને સીમાંત ખેડૂત – 2 હેક્ટરથી ઓછી જમીન | 70% સુધી | 80% સુધી |
| અનુસૂચિત જાતિ/જનજાતિ (SC/ST) ખેડૂત | 85% સુધી | 90% સુધી |
નોંધ: સહાય પ્રતિ હેક્ટર લાગુ પડતા MIS Unit Costના આધારે અને નિર્ધારિત મર્યાદા મુજબ મળે છે. તેથી “દરેક ખેડૂતને કુલ ખર્ચના સીધા 90% મળશે” એવું માનવું યોગ્ય નથી.
ફુવારા સિંચાઈ સબસિડી યોજના: આ જિલ્લાઓમાં કરી શકશો અરજી
GSDMA Revised Target મુજબ નીચે દર્શાવેલા જિલ્લાઓ અને તાલુકાઓમાં ફુવારા સિંચાઈ સબસિડી યોજના હેઠળ અરજી કરી શકાશે.
| ક્રમ | જિલ્લો | તાલુકો | વિસ્તાર |
|---|---|---|---|
| 1 | અમદાવાદ | બાવળા | 150 હેક્ટર |
| 2 | અમદાવાદ | દસક્રોઈ | |
| 3 | અમદાવાદ | દેત્રોજ-રામપુરા | |
| 4 | અમદાવાદ | ધોળેરા | |
| 5 | અમદાવાદ | માંડલ | |
| 6 | અમદાવાદ | સાણંદ | |
| 7 | અમદાવાદ | વિરમગામ | |
| 8 | કચ્છ | અબડાસા | 2,000 હેક્ટર |
| 9 | કચ્છ | ભચાઉ | |
| 10 | કચ્છ | લખપત | |
| 11 | મોરબી | હળવદ | 400 હેક્ટર |
| 12 | મોરબી | માળિયા | |
| 13 | પાટણ | ચાણસ્મા | 1,000 હેક્ટર |
| 14 | પાટણ | હારીજ | |
| 15 | પાટણ | સામી | |
| 16 | પાટણ | શંખેશ્વર | |
| 17 | સુરેન્દ્રનગર | દસાડા | 3,900 હેક્ટર |
| 18 | સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા | |
| 19 | સુરેન્દ્રનગર | લખતર | |
| 20 | સુરેન્દ્રનગર | લીંબડી | |
| 21 | સુરેન્દ્રનગર | મુળી | |
| 22 | સુરેન્દ્રનગર | સાયલા | |
| 23 | સુરેન્દ્રનગર | થાનગઢ | |
| 24 | સુરેન્દ્રનગર | વઢવાણ | |
| 25 | વાવ-થરાદ | દિયોદર | 4,700 હેક્ટર |
| 26 | વાવ-થરાદ | ધાનેરા | |
| 27 | વાવ-થરાદ | લાખણી | |
| 28 | વાવ-થરાદ | રાહ | |
| 29 | વાવ-થરાદ | સુઈગામ | |
| 30 | વાવ-થરાદ | થરાદ | |
| 31 | વાવ-થરાદ | વાવ | |
| 32 | છોટાઉદેપુર | તમામ તાલુકા | 700 હેક્ટર |
| 33 | દાહોદ | તમામ તાલુકા | 100 હેક્ટર |
| 34 | પંચમહાલ | તમામ તાલુકા | 400 હેક્ટર |
ફુવારા સબસીડી 2026 અરજી કેવી રીતે કરવી?
ખેડૂતો GGRCની પ્રક્રિયા હેઠળ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે અરજી કરી શકે છે. GGRCના ખેડૂત પોર્ટલ પર પૂર્વ નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં ખેડૂતનું નામ, જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર, કુલ જમીન અને સૂક્ષ્મ સિંચાઈ લેવાનો વિસ્તાર જેવી વિગતો ભરવાની હોય છે.
અરજી પ્રક્રિયામાં સામાન્ય રીતે:
- GGRC પોર્ટલ પર પૂર્વ નોંધણી કરવી.
- સૂક્ષ્મ સિંચાઈનો પ્રકાર પસંદ કરવો.
- જમીન અને સર્વે નંબરની વિગતો આપવી.
- GGRC દ્વારા માન્ય સપ્લાયર કંપની પસંદ કરવી.
- જરૂરી દસ્તાવેજો રજૂ કરવા.
- સિસ્ટમની ડિઝાઇન અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ સ્થાપિત કરાવવી.
- નિયમો મુજબ સહાયની રકમની પ્રક્રિયા થાય છે.
GGRCના અરજી ફોર્મમાં 7/12 ઉતારો, આધાર, આધાર સાથે જોડાયેલ બેંક પાસબુક/કૅન્સલ ચેક અને લાગુ પડે ત્યારે SC/ST તથા નાના-સીમાંત ખેડૂતનો પુરાવો જેવા દસ્તાવેજોની જોગવાઈ દર્શાવવામાં આવી છે.
ફુવારા સબસીડી 2026 GGRC પોર્ટલ પર અરજીનું સ્ટેટસ પણ જોઈ શકાશે
ખેડૂત પોતાનો Registration Number, વર્ષ અને જિલ્લો દાખલ કરીને અરજીનું સ્ટેટસ ચેક કરી શકે છે. GGRC પોર્ટલ પર Registrationથી લઈને Work Order, Inspection, Material Verification, System Acceptance અને Subsidy Payment સહિતના વિવિધ સ્ટેજ દર્શાવવામાં આવે છે.
ખેડૂતો માટે મહત્વની વાત
હાલના GGRC સત્તાવાર ધોરણો પ્રમાણે મહત્તમ 90% સુધીની સહાય ખાસ કેટેગરી અને ડાર્ક ઝોનના નિર્ધારિત 57 તાલુકાઓ માટે લાગુ પડે છે. તેથી અરજી કરતા પહેલાં પોતાની ખેડૂત કેટેગરી, જમીનનું ક્ષેત્રફળ અને વિસ્તાર ડાર્ક ઝોનમાં આવે છે કે નહીં તે ચકાસવું જરૂરી છે.











