Festive Season Discount Buy Ola Electric Scooter તહેવારોની સિઝનમાં ડિસ્કાઉન્ટઃ 50 હજાર રૂપિયાથી ઓછામાં મળે છે ઈ-સ્કૂટર, જાણો ક્યાં ક્યાં મળે છે બમ્પર ડિસ્કાઉન્ટ
ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા વાહન ઉત્પાદક કંપનીઓ ગ્રાહકો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ્સ લાવી છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા ઈચ્છુક ગ્રાહકો માટે એક મોટી તક છે, જ્યાં S1 ઈ-સ્કૂટર પર 25,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ સાથે, ઓલાનું સ્કૂટર માત્ર ₹49,999 માં ઉપલબ્ધ છે. આ સાથે કંપની રેફરલ પ્રોગ્રામ પણ આપી રહી છે, જેમાં દરેક રેફરલ પર ₹3,000 નો લાભ મળશે.
બીજી બાજુ, TVS તેના iQube ઈ-સ્કૂટર પર ₹30,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે, જ્યારે ટાટા અને હોન્ડા જેવી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ તેમના લોકપ્રિય મોડલ્સ પર ભારે છૂટ આપી રહી છે.
તહેવારોની આ સિઝનમાં વાહન ખરીદવા ઈચ્છુક લોકો માટે આ એક ઉત્તમ તક છે, કારણ કે ઘણી બેંકો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર પણ વિશેષ ડિસ્કાઉન્ટ્સ આપી રહી છે, જેના મારફતે ગ્રાહકોને વધુ ફાયદો મેળવી શકાશે.













