બંગાળની ખાડીમાં વધુ એક તોફાન આકાર લઈ રહ્યું છે, ૧૨૦કિર્મીની ઝડપે પવન ફૂંકાશે તોફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા gujarat cyclone live
બંગાળની ખાડીમાં ૨૩ ઓક્ટોબર સુધીમાં વધુ એક ચક્રવાતી તોફાન આવવાની શક્યતા છે. હવામાન વિભાગ (આઇએમડી)એ રવિવારે આ ચેતવણી જાહેર કરતાં કહ્યું કે આ તોફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તોફાન દરમિયાન પ્રતિ કલાક ૧૨૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે બુલેટિનમાં જણાવ્યું કે, આંદામાન સાગરની ઉપર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે, જે આગામી ૨૪ કલાકમાં બંગાળની ખાડી ઉપર હળવા દબાણનું ક્ષેત્ર રચી શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ
દિશામાં આગળ વધશે અને ૨૨ ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશન અને ૨૩ ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. ત્યાર બાદ તે ઉત્તર-પશ્ચિ ક્ષેત્રમાં કેટલાંક સ્થળોએ ૨૪-૨૫ ઓક્ટોબરે ૨૦ સેમી વરસાદ પડી શકે. વરસાદની તીવ્રતા ૨૦થી ૩૦ સેમી અને કેટલાંક સ્થળોએ ૩૦ સેમી કરતાં વધારે રહી શકે છે. તેમણે કહ્યું કે આઇએમડીએ લેન્ડફોલના સ્થાન અને તીવ્રતા વિશે કશી આગાહી નથી કરી.
મ તરફ આગળ વધવાની અને ૨૪ ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા, પશ્ચિમ બંગાળના તટોથી દૂર ઉત્તર-પશ્ચિ મેં બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે.