દર વર્ષે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટેની પાત્રતા eligibility for vidya lakshmi loan
- જે સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લેવામાં આવ્યો હોય તે સંસ્થાને સમગ્ર ભારતમાં 100મો અને NIRF રેન્કિંગમાં 200 કે તેથી ઓછો ક્રમ હોવો જોઈએ. આ સંસ્થા સરકારી હોવી જોઈએ
- વિદ્યાર્થીઓની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
- પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોન આપવામાં આવશે
- ભારત સરકાર 7.5 લાખ રૂપિયા સુધીની લોન માટે 75% ક્રેડિટ ગેરંટી આપશે.
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના કેવી રીતે અરજી કરવી? Vidya Lakshmi portal application form
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે. અશ્વની વૈષ્ણવે કહ્યું કે આ માટે વેરિફિકેશન ડિજીલોકર જેવા માધ્યમો દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ એજ્યુકેશન લોન આપવામાં આવશે. આ માટે અરજી વિદ્યાલક્ષ્મી પોર્ટલ https://www.vidyalakshmi.co.in પર જઈને કરવાની રહેશે.