ગરીબ વિદ્યાર્થીઓને આસાનીથી ભણવા માટે મળશે દસ લાખની લોન સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી

Vidya Lakshmi portal application form ગરીબ વિદ્યાર્થીઓને આસાનીથી ભણવા માટે મળશે દસ લાખની લોન સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી PM વિદ્યાલક્ષ્મી યોજના: પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના શું છે? આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શિક્ષણ લોન પર સબસિડી કેવી રીતે આપવામાં આવશે? આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય? ચાલો તમને જણાવીએ. pm vidyalaxmi yojana gujarati

દર વર્ષે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે

આ યોજના વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું કે જે પરિવારોની વાર્ષિક આવક રૂ. 8 લાખ કે તેનાથી ઓછી છે. જેઓ કોઈપણ પ્રકારની સરકારી શિષ્યવૃત્તિ અથવા અન્ય કોઈપણ વ્યાજ સહાય યોજનાના લાભાર્થી નથી. તે લોકોને મોરેટોરિયમ સમયગાળા દરમિયાન 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા વ્યાજની છૂટ પણ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટેની પાત્રતા eligibility for vidya lakshmi loan

  • જે સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લેવામાં આવ્યો હોય તે સંસ્થાને સમગ્ર ભારતમાં 100મો અને NIRF રેન્કિંગમાં 200 કે તેથી ઓછો ક્રમ હોવો જોઈએ. આ સંસ્થા સરકારી હોવી જોઈએ
  • વિદ્યાર્થીઓની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
  • પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોન આપવામાં આવશે
  • ભારત સરકાર 7.5 લાખ રૂપિયા સુધીની લોન માટે 75% ક્રેડિટ ગેરંટી આપશે.

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના કેવી રીતે અરજી કરવી? Vidya Lakshmi portal application form

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે. અશ્વની વૈષ્ણવે કહ્યું કે આ માટે વેરિફિકેશન ડિજીલોકર જેવા માધ્યમો દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ એજ્યુકેશન લોન આપવામાં આવશે. આ માટે અરજી વિદ્યાલક્ષ્મી પોર્ટલ https://www.vidyalakshmi.co.in પર જઈને કરવાની રહેશે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો