જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર 60 હજારથી વધારે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ

Old Pension Scheme In Gujarat ગુજરાત રાજ્ય સરકારે 1 એપ્રિલ 2005 પહેલાં નિમણૂક થયેલા અને ફિક્સ પે માં કાર્યરત રહેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (Old Pension Scheme – OPS) પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે, જેના અનુસાર આ કર્મચારીઓને નિવૃત્તિ પછી જૂની પેન્શન યોજના હેઠળ પેન્શન મળશે.

જૂની પેન્શન યોજના (OPS) શું છે?

જૂની પેન્શન યોજનામાં નિવૃત્ત કર્મચારીઓ માટે તેમના નિવૃત્તિ સમયે નોકરીના પે સ્કેલનો 50% ભાગ પેન્શન સ્વરૂપે અપાય છે. આ યોજના અંતર્ગત, પેન્શનના હિસ્સામાં મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને અન્ય સરકારી ભથ્થાઓનો લાભ પણ સમયાંતરે વધતા રહે છે.

આ ઠરાવથી 2005 પહેલાં નિમણૂક થયેલા સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે હવે તેઓને નિવૃત્તિ પછી નોકરીના લાભ સાથે સંકળાયેલી સુરક્ષા મળશે. Old Pension Scheme In Gujarat

Leave a Comment