ગુજરાત પોલીસે ‘સિરિયલ કિલર’ને પકડ્યો, 25 દિવસમાં 5 હત્યાઓ કરી , જાણો કોણ છે આ

Gujarat Police Arrest Serial Killer

Gujarat Police Arrest Serial Killer :ગુજરાત પોલીસે ‘સિરિયલ કિલર’ને પકડ્યો, 25 દિવસમાં 5 હત્યાઓ કરી , જાણો કોણ છે આ છોકરીઓને બનાવતો હતો નિશાન ગુજરાત પોલીસે અનેક દિવસોની મહેનત બાદ એક ખતરનાક સિરિયલ કિલર રાહુલ જાટને વાપી રેલ્વે સ્ટેશન પરથી પકડી પાડ્યો છે. આ આરોપી છોકરીઓ પર બળાત્કાર કરીને તેમની હત્યા કરતો હતો. વલસાડમાં 19 વર્ષીય યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં આ કિલરની ધરપકડ કરવામાં આવી છે.

B.Com.ની વિદ્યાર્થીનીની હત્યા અને બળાત્કાર

મૃતક યુવતીનું લાશ ઉદવાડા રેલ્વે સ્ટેશનના પાટા પાસે મળી હતી. તે સાંજે ટ્યુશનથી ઘરે પરત ફરતી હતી ત્યારે આરોપીએ પીછો કરીને આ ઘાતકી કૃત્ય કર્યું.

2000 સીસીટીવી ફૂટેજ અને 400 પોલીસકર્મીઓની મહેનત

પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા અને વલસાડના એસપી કરણરાજ વાઘેલાની આગેવાનીમાં 400 જેટલા પોલીસકર્મીઓએ સાહસપૂર્વક તપાસ કરી. સુરતની લાજપુર જેલના અધિકારીએ આરોપીની ઓળખ કરી.

25 દિવસમાં તેણે 5 હત્યાઓ

આરોપી રાહુલ જાટ હરિયાણાનો રહેવાસી છે અને તે 4 રાજ્યોમાં લૂંટ, બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓમાં સંડોવાયેલો છે. તપાસમાં ખુલ્યું કે ઓક્ટોબર મહિનામાં 25 દિવસમાં તેણે 5 હત્યાઓ આચરી હતી.

ટ્રેનોમાં કરતો હતો પીડિતોની શોધ

રાહુલ ખાસ કરીને રેલ્વેના વિકલાંગ કોચમાં પીડિતોની શોધ કરતો અને તેનો શિકાર બનાવતો હતો. તે સતત પોતાનું લોકેશન બદલતો હોવાથી તેની ધરપકડ મુશ્કેલ બની હતી.

ગુજરાત પોલીસના આ મહત્વપૂર્ણ ઓપરેશનથી આ ખતરનાક સિરિયલ કિલર વધુ ગુનાઓ આચરે તે પહેલાં જ પકડાઈ ગયો, જે લોકોના જીવન માટે એક મોટી રાહત છે.

Join WhatsApp

Join Now

Leave a Comment