ડુંગળીની ટોચ સુકાઈ જાય અને જીણી જીવાત દેખાય છે તો જાણી લો આ રહ્યા ઉપાય?

dungri ni kheti in gujarati

ડુંગળી એ એક અગત્યનો શિયાળુ પાક છે, જેને ગરીબોની કસ્તુરી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને જામનગર જીલ્લાઓમાં ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. જીવાતના ઉપદ્રવથી પાકની ઉપજ પર માઠી અસર પડે છે. આ જીવાતોમાં ‘થ્રીપ્સ’ અગત્યની છે, જેનું નિયંત્રણ જરૂરી છે. dungri ni kheti in gujarati

થ્રીપ્સ જીવાતની ઓળખ:

થ્રીપ્સના બચ્ચાં અને પુખ્ત કીટક બંને નુકસાનકારક છે. પુખ્ત કીટક નળાકાર અને પીળાશ પડતા ગુલાબી રંગના હોય છે. નર કીટકો પાંખ વગરના હોય છે, જ્યારે માદા કીટકને પીછા આકારની લાંબી પાંખો હોય છે. આ જીવાત નાની હોવાથી નરી આંખે જોવામાં તકલીફ પડે છે, પરંતુ પાન પર ફરતી દેખાઈ શકે છે.

ડુંગળીને શું નુકસાન કરે :

આ જીવાત પાનના ઉપરના ભાગ પર ઘસરકા પાડીને રસ ચૂસે છે, જેના કારણે પાન સફેદ ધાબા જેવું લાગે છે. બચ્ચાં ખાસ કરીને બે પાનની વચ્ચે રહી નુકસાન કરે છે. તેનું નુકસાન ઝાડને કોકડાઈ જવામાં, ફૂલ ન આવવામાં અને કળીઓ બંધ ન થવામાં દેખાય છે.

જીવાત જીવનચક્ર:

માદા કીટક પાનના ઉપરના ભાગમાં ઈંડા મૂકે છે, જે ૪ થી ૯ દિવસમાં સેવાય છે. બચ્ચાં પાનના કુમળા ભાગ પર રહીને ઘસરકા પાડી રસ ચૂસે છે. તેઓ ૪ થી ૬ દિવસમાં મોટા થઈને જમીનમાં કોશેટા અવસ્થામાં પ્રવેશ કરે છે, જે પછી પુખ્ત કીટક તરીકે ઊભરી આવે છે.

નિયંત્રણના પગલાં:

  • નીંદામણ દૂર કરવી: ખેતરમાં ઉગી નીકળેલી ઘાસ ખાસ કરીને કાળીયા ઘાસ દૂર કરવી જોઈએ.
  • જંતુનાશક દવાનો ઉપયોગ: જમીન ગોદવીને મિથાઈલ પેરાથીઓન જેવી ભુકી દવાનો છંટકાવ કરવો.
  • પિયત વ્યવસ્થા: નિયમિત પિયત આપવું, લાંબા ગાળાના અંતરાલથી જીવાતનો ઉપદ્રવ વધે છે.
  • ફ્રેમ ક્રોપીંગ: મકાઈ અથવા ઘઉંનું વાવેતર કરવાથી થ્રીપ્સનું પ્રભાવી નિયંત્રણ થાય છે.
  • ક્ષમ્યમાત્રા: થ્રીપ્સની ક્ષમ્યમાત્રા ૧૫ પાનદીઠ ૧૫ થાય તો જ રાસાયણિક દવાનો છંટકાવ કરવો.
  • જૈવિક નિયંત્રણ: બીવેરીયા બાસીયાના અથવા મેટારીઝયમ એનો છંટકાવ કરવો.
  • રાસાયણિક નિયંત્રણ: ડાયમીથોએટ, સ્પીનોસેડ, ફીપ્રોનિલ, અથવા ઇમિડાક્લોપ્રિડ દવાનો છંટકાવ કરવો.

Join WhatsApp

Join Now

Leave a Comment