Bank Holiday October 2024:ઓક્ટોબરમાં 15 દિવસ બેંકો રહેશે બંધ, જાણો ક્યારે છે તમારા જીલ્લાંમાં સરકારી રજાઓ, આ રહ્યું RBIનું લિસ્ટ.
આગામી મહિને ઓક્ટોબર 2024માં ઘણા તહેવારો અને રાષ્ટ્રીય રજાઓને કારણે બેંકો લગભગ 15 દિવસ બંધ રહેશે. ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર (બુધવાર)ના રોજ દેશભરમાં રજા રહેશે. આ 15 દિવસની બેંક રજાઓમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, આરબીઆઈની યાદી મુજબ ઓક્ટોબરમાં તમારા રાજ્યમાં સરકારી રજાઓ ક્યારે આવી રહી છે.
Bank Holiday October 2024 List
- ઑક્ટોબર 1 (મંગળવાર): વિધાનસભા ચૂંટણી – જમ્મુ.
- 2 ઓક્ટોબર (બુધવાર): ગાંધી જયંતિ – સમગ્ર દેશમાં રજા.
- 3 ઓક્ટોબર (ગુરુવાર): નવરાત્રિનો પ્રથમ દિવસ – રાજસ્થાનમાં બેંકની રજા.
- 10 ઓક્ટોબર (ગુરુવાર): દુર્ગા પૂજા (મહા સપ્તમી) – ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ, બંગાળ.
- 12 ઓક્ટોબર (શનિવાર): દશેરા/વિજયાદશમી – મહિનાનો બીજો શનિવાર (નિયમિત રજા).
- 14 ઓક્ટોબર (સોમવાર): બેંક હોલીડે – સિક્કિમ.
- 16 ઓક્ટોબર (બુધવાર): લક્ષ્મી પૂજા – ત્રિપુરા અને બંગાળ.
- 17 ઓક્ટોબર (ગુરુવાર): મહર્ષિ વાલ્મિકી જયંતિ/બિહુ – કર્ણાટક, આસામ, હિમાચલ પ્રદેશ.
- 26 ઓક્ટોબર (શનિવાર): જમ્મુ અને કાશ્મીર દિવસ – જમ્મુ અને શ્રીનગર.
- 31 ઓક્ટોબર (ગુરુવાર): મોટા ભાગના રાજ્યોમાં દિવાળી/કાલી પૂજા/સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ/નરક ચતુર્દશી.
આ તહેવારો અને રજાઓમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે, જેના કારણે ઓક્ટોબરમાં લગભગ 15 દિવસ બેંકો બંધ રહેશે.