Punch ગાડીનું પંચનામુ કરવા આવી ગઈ મજબૂત એન્જિન વાળી Citroen C3 Automatic Car Citroen C3 Automaticને ભારતીય બજારમાં રૂ. 9.99 લાખની એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે. Citroen C3 એ હેચબેક છે અને આ ઓટોમેટિક વર્ઝનમાં 1.2 લીટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે, જે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ કાર ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: Shine, Shine Vibe Pack, Shine Dual Tone, અને Shine Dual Tone Vibe Pack.
Citroen C3 Automatic ના મુખ્ય વિષેસતા
LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ વિંગ મિરર્સ, અને 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થાય છે.
આ કારના સ્પર્ધકોમાં ટાટા પંચ, હ્યુન્ડાઇ એક્સેટર, અને મારુતિ સુઝુકી સ્વિફ્ટનો સમાવેશ થાય છે. Citroen C3 ઓટોમેટિકનું ભાવ ધોરણ અન્ય AMT વિકલ્પો કરતા થોડું ઉંચું છે, જેમાં ટાટા પંચ અને સ્વિફ્ટ 5-સ્પીડ AMT સાથે આવે છે, જ્યારે Citroen C3 6-સ્પીડ AMT સાથે પ્રીમિયમ ફીચર્સની ઓફર કરે છે
Citroen C3 Automatic :કિંમત
ભારતમાં, C3 ઓટોમેટિક ટાટા પંચ (રૂ. 7.60-10 લાખ), હ્યુન્ડાઇ એક્સેન્ટ (રૂ. 8.23-10.43 લાખ) અને મારુતિ સુઝુકી સ્વિફ્ટ (રૂ. 7.75-9.60 લાખ) જેવી કાર સાથે સીધી સ્પર્ધા કરે છે. (બધી એક્સ-શોરૂમ કિંમતો છે)
પંચ, એક્સેટર અને સ્વિફ્ટને 5 સ્પીડ AMT વિકલ્પ મળે છે, જ્યારે C3 6 સ્પીડ AMT સાથે આવે છે. ભારતીય બજારમાં C3 ઓટોમેટિકની એક્સ-શોરૂમ કિંમત રૂ. 9.99 લાખથી રૂ. 10.26 લાખની વચ્ચે છે.