જો તમે ક્યારેય નોકરી બદલી હોય અને જૂના PF ખાતાની ચિંતા મનના કોઈ ખૂણે રહી ગઈ હોય, તો આ સમાચાર તમારા માટે ખરેખર રાહત લાવનારા છે. ઘણા કર્મચારીઓ નોકરી બદલ્યા પછી જૂના PF ખાતા તરફ ધ્યાન નથી આપતા, અને તેમાં થોડી રકમ વર્ષો સુધી પડી રહે છે. હવે સરકારના નવા નિર્ણય પછી EPFO આવા નિષ્ક્રિય PF ખાતાઓની રકમ આપોઆપ પરત મોકલવા જઈ રહ્યું છે. EPFO alert
એનો સીધો અર્થ એ છે કે જો તમારું ખાતું યોગ્ય રીતે અપડેટ છે, તો તમને ઓફિસના ચક્કર મારવાની કે ફોર્મ ભરવાની જરૂર નહીં પડે.
બંધ પડેલા PF ખાતાધારકો માટે મોટી રાહત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ કેન્દ્રીય શ્રમ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશમાં લાખો એવા કર્મચારીઓ છે જેમણે નોકરી બદલ્યા પછી જૂના PF ખાતા તરફ ધ્યાન આપ્યું નથી.
આવા ખાતાઓમાં ઘણીવાર નાની રકમ વર્ષો સુધી પડેલી રહે છે. હવે સરકારે નક્કી કર્યું છે કે જેઓના નિષ્ક્રિય PF ખાતામાં ₹1,000 કે તેથી ઓછી રકમ છે, તે EPFO પોતે જ પરત કરશે.
આ નિર્ણયથી ખાસ કરીને તે લોકો માટે મોટી રાહત મળશે જેઓ નાની રકમ માટે લાંબી પ્રક્રિયામાં ફસાવા માંગતા નહોતા.
ફોર્મ વગર સીધી બેંકમાં આવશે રકમ
આ આખી પ્રક્રિયાની સૌથી સારી વાત શું છે?
તમારે કંઈ કરવાની જરૂર નથી.
ન ફોર્મ ભરવું પડશે, ન EPFO ઓફિસ જવું પડશે. વિભાગે આવા ખાતાઓની ઓળખ શરૂ કરી દીધી છે અને રકમ આધાર સાથે લિંક થયેલા બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે.
અટલે કે, જો તમારું આધાર અને બેંક ડિટેલ્સ અપડેટ છે, તો પૈસા આપોઆપ તમારા ખાતામાં આવી શકે છે. ઘણા લોકો માટે આ ખરેખર સમય અને મહેનત બચાવનારો નિર્ણય સાબિત થશે
કેટલા ખાતાઓ ઓળખાયા?
મળતી માહિતી મુજબ લગભગ 31 લાખ નિષ્ક્રિય PF ખાતાઓ ઓળખવામાં આવ્યા છે. તેમાંમાંથી અંદાજે 6 લાખ ખાતાઓમાં ₹1,000 કે તેથી ઓછી રકમ પડી છે.
સૌપ્રથમ આ ખાતાઓમાં રકમ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમના ખાતામાં વધુ રકમ છે, તેમના માટે આગળ તબક્કાવાર ચુકવણી કરવામાં આવી શકે છે.
હાલમાં આ વ્યવસ્થા ટ્રાયલ આધાર પર શરૂ કરવામાં આવી રહી છે. જો પરિણામ સકારાત્મક રહેશે, તો બાકીના લગભગ 25 લાખ નિષ્ક્રિય ખાતાઓ માટે પણ આવી જ સિસ્ટમ લાગુ થઈ શકે છે.
નિષ્ક્રિય PF ખાતું એટલે શું?
સરળ ભાષામાં સમજીએ તો, જો કોઈ PF ખાતામાં સતત 3 વર્ષ સુધી કોઈ જમા કે ઉપાડ (ટ્રાન્ઝેક્શન) ન થાય, તો તેને ઇનઓપરેટિવ અથવા નિષ્ક્રિય ખાતું માનવામાં આવે છે.
પણ ધ્યાન રાખવાની વાત એ છે કે આવું ખાતું કાયમ માટે બંધ થઈ જતું નથી. તમે નવી નોકરીમાં તમારું જૂનું UAN નવા નોકરીદાતા સાથે લિંક કરીને ખાતું ફરી સક્રિય કરી શકો છો.












