IPO ની ઇશ્યૂ પ્રાઇસ 456-480 રૂપિયા પ્રતિ શેર છે. જ્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 340 બોલાઈ રહ્યું છે. આ રીતે IPO 820 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે.
PN Gadgil Jewellers IPO: PN ગાડગીલ જ્વેલર્સ લિમિટેડના પ્રારંભિક જાહેર ઓફર (IPO)જેમને અલોટ તહ્યો છે તે હવે લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં આ IPO માટે મોટું પ્રીમિયમ દેખાઈ રહ્યું છે. ચાલો જાણીએ કે IPO રોકાણકારો લિસ્ટિંગના દિવસે કેટલો નફો કરી શકે છે.
લોકોએ આઇપીઓ ભર્યો
પીએન ગાડગીલ જ્વેલર્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) એ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. ગુરુવારે બિડિંગના અંતિમ દિવસે આ IPOને 59.41 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.
કુલ સબસ્ક્રિપ્શન: રૂ. 1,100 કરોડના પ્રારંભિક શેર વેચાણ માટે 1,68,85,964 શેરની ઓફર સામે 1,00,31,19,142 શેરની બિડ મળી હતી.
ગ્રે માર્કેટ પ્રીમિયમ
IPO માટે ઇશ્યૂ પ્રાઇસ 456-480 રૂપિયા પ્રતિ શેર છે. જ્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 340 છે. આ રીતે IPO 820 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે. આ અંદાજે 71% નું પ્રીમિયમ દર્શાવે છે. જો કે, ગ્રે માર્કેટ પ્રીમિયમ કોઈપણ લિસ્ટિંગની ગેરંટી નથી. આ માત્ર એક સંકેત છે.
PN Gadgil Jewellers IPO ની વિગત
મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત જ્વેલરી કંપની, PN ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ, હાલમાં તેના પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રોકાણકારોને આકર્ષી રહી છે. આ IPO રૂ. 850 કરોડના તાજા ઇક્વિટી શેરના ઇશ્યૂ અને પ્રમોટર SVG બિઝનેસ ટ્રસ્ટ દ્વારા રૂ. 250 કરોડના મૂલ્યના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નું સંયોજન છે.