ગ્રે માર્કેટ પ્રીમિયમ માં તુફાન લાવી દીધું આ આઇપીઓએ, રોકાણકારો ને મળશે મોટો નફો

PN Gadgil Jewellers IPO

IPO ની ઇશ્યૂ પ્રાઇસ 456-480 રૂપિયા પ્રતિ શેર છે. જ્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 340 બોલાઈ રહ્યું છે. આ રીતે IPO 820 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે.

PN Gadgil Jewellers IPO: PN ગાડગીલ જ્વેલર્સ લિમિટેડના પ્રારંભિક જાહેર ઓફર (IPO)જેમને અલોટ તહ્યો છે તે હવે લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં આ IPO માટે મોટું પ્રીમિયમ દેખાઈ રહ્યું છે. ચાલો જાણીએ કે IPO રોકાણકારો લિસ્ટિંગના દિવસે કેટલો નફો કરી શકે છે.

લોકોએ આઇપીઓ ભર્યો

પીએન ગાડગીલ જ્વેલર્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) એ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. ગુરુવારે બિડિંગના અંતિમ દિવસે આ IPOને 59.41 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

કુલ સબસ્ક્રિપ્શન: રૂ. 1,100 કરોડના પ્રારંભિક શેર વેચાણ માટે 1,68,85,964 શેરની ઓફર સામે 1,00,31,19,142 શેરની બિડ મળી હતી.

ગ્રે માર્કેટ પ્રીમિયમ

IPO માટે ઇશ્યૂ પ્રાઇસ 456-480 રૂપિયા પ્રતિ શેર છે. જ્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 340 છે. આ રીતે IPO 820 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે. આ અંદાજે 71% નું પ્રીમિયમ દર્શાવે છે. જો કે, ગ્રે માર્કેટ પ્રીમિયમ કોઈપણ લિસ્ટિંગની ગેરંટી નથી. આ માત્ર એક સંકેત છે.

PN Gadgil Jewellers IPO ની વિગત 

મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત જ્વેલરી કંપની, PN ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ, હાલમાં તેના પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રોકાણકારોને આકર્ષી રહી છે. આ IPO રૂ. 850 કરોડના તાજા ઇક્વિટી શેરના ઇશ્યૂ અને પ્રમોટર SVG બિઝનેસ ટ્રસ્ટ દ્વારા રૂ. 250 કરોડના મૂલ્યના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નું સંયોજન છે.

Join WhatsApp

Join Now

Leave a Comment