GATE 2026 આન્સર કી જાહેર: હવે જાતે ચકાસો તમારું પ્રદર્શન, રિસ્પોન્સ શીટ પણ ડાઉનલોડ કરો

Gate 2026 response sheet release

ઇન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. GATE 2026ની પ્રોવિઝનલ આન્સર કી, રિસ્પોન્સ શીટ અને પ્રશ્નપત્ર સત્તાવાર વેબસાઇટ gate2026.iitg.ac.in પર જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો હવે પોતાના જવાબો મેળવી અંદાજિત સ્કોર જાણી શકે છે. Gate 2026 response sheet release

આ વર્ષની GATE પરીક્ષા 7, 8, 14 અને 15 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આન્સર કી જાહેર થતાં હવે ઉમેદવારોને પરિણામ પહેલાં જ પોતાના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાની તક મળી છે, જે આગળની તૈયારી અને કાઉન્સેલિંગ માટે મદદરૂપ બનશે.

IIT ગૌહાટીએ જાહેર કર્યા દસ્તાવેજ

GATE 2026 સંબંધિત તમામ સત્તાવાર દસ્તાવેજ IIT ગૌહાટી દ્વારા GOAPS પોર્ટલ પર ઉપલબ્ધ કરાયા છે. ઉમેદવારોએ પોતાની Enrollment ID અને Password વડે લોગિન કરીને રિસ્પોન્સ શીટ, પ્રશ્નપત્ર અને પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. Gate 2026 provisional answer key out live science

રિસ્પોન્સ શીટ શું બતાવે છે?

રિસ્પોન્સ શીટમાં ઉમેદવારે પરીક્ષા દરમિયાન પસંદ કરેલા જવાબોનો રેકોર્ડ હોય છે, જ્યારે પ્રોવિઝનલ આન્સર કીમાં તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવામાં આવે છે. બંનેની સરખામણી કરીને ઉમેદવાર પોતાનો સંભવિત સ્કોર કાઢી શકે છે.

માર્ક્સ ગણતી વખતે ધ્યાન રાખવું જરૂરી

GATEની માર્કિંગ સ્કીમ મુજબ કેટલાક પ્રશ્નોમાં નેગેટિવ માર્કિંગ લાગુ પડે છે.

  • 1 માર્કના MCQમાં ખોટા જવાબે 1/3 માર્ક કપાય
  • 2 માર્કના MCQમાં ખોટા જવાબે 2/3 માર્ક કપાય
  • MSQ અને NAT પ્રશ્નોમાં નેગેટિવ માર્કિંગ નથી

આ નિયમો મુજબ ઉમેદવાર પોતાનો અંદાજિત સ્કોર જાણી શકે છે.

જવાબ ખોટો લાગે તો કરો આપત્તિ

જો કોઈ ઉમેદવારને આન્સર કીમાં ભૂલ લાગે તો GOAPS પોર્ટલ પર “Raise Objection” વિકલ્પ દ્વારા આપત્તિ નોંધાવી શકાય છે. સંબંધિત પ્રશ્ન પસંદ કરીને પુરાવા અપલોડ કરવા અને નિર્ધારિત ફી ચૂકવવી જરૂરી રહેશે. નિષ્ણાત સમિતિ તપાસ કર્યા બાદ ફાઇનલ આન્સર કી જાહેર થશે.

ક્યારે આવશે પરિણામ?

માહિતી મુજબ તમામ આપત્તિઓની સમીક્ષા પછી અંતિમ આન્સર કી બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ 19 માર્ચે GATE 2026નું પરિણામ જાહેર થવાની શક્યતા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment