ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ૨૦૨૫નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી ૨૦૨૫ના અંત સુધીમાં જાહેર કરાશે, જે સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી છે. આ જાહેરાત GPSCના ચેરમેન હસમુખ પટેલે તેમના ‘X’ (પહેલાનું Twitter) હેન્ડલ પર કરી છે. Gpsc calendar 2025 pdf download
તેમણે જણાવ્યું છે કે GPSC હાલમાં વિવિધ વિભાગો સાથે પરામર્શ કરી રહ્યું છે, અને આ પ્રક્રિયા પૂરી થતાં જ કેલેન્ડર બહાર પાડવામાં આવશે. સાથે જ તેમણે પરીક્ષા સંબંધિત નિયમો અંગે પણ સ્પષ્ટતા કરી છે. gpsc bharti calendar 2025 GPSCની પરીક્ષામાં ઉમેદવારોને પારદર્શક પાણીની બોટલ લઈ જવાની મંજૂરી હશે, પરંતું તે બોટલ પર કોઈ લેબલ કે લખાણ ન હોવું જોઈએ.
GPSC Recruitment Calendar 2025 અને અન્ય માહિતી માટે ઉમેદવારો GPSCની સત્તાવાર વેબસાઈટ (https://gpsc.gujarat.gov.in) અથવા GPSCના સત્તાવાર ટ્વિટર હેન્ડલ (GPSC OFFICIAL) પરથી માહિતી મેળવી શકે છે.