ગુજરાતમાં ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઈએફએસ)ની ઘણી જગ્યાઓ હાલ ખાલી છે. 1 જાન્યુઆરી, 2024ની સ્થિતિએ, આઈએએસના 313 મંજૂર કરાયેલ પદોમાંથી 260 પદ અધિકારીઓ દ્વારા ભરાયેલા છે, જ્યારે 53 પદ ખાલી છે. 53 IAS and 55 IPS officers vacant in Gujarat
આ ઉપરાંત, ગુજરાતમાં ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ)ના 208 મંજૂર કરાયેલ પદોમાંથી 194 પદ પર અધિકારીઓ કાર્યરત છે, અને 14 જગ્યા ખાલી છે. જ્યારે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઈએફએસ)ના 125 પદો પૈકી 70 પર અધિકારીઓ છે, અને 55 જગ્યા ખાલી છે.
અપાર આઇડી કાર્ડ કેવી રીતે બનાવવું અને જાણો ડાઉનલોડ પ્રક્રિયા
દેશવ્યાપી સ્થિતિ
- આઈએએસ: 6,858 મંજૂર કરાયેલી જગ્યા સામે 5,542 અધિકારી ફરજમાં છે, અને 1,316 પદ ખાલી છે.
- આઈપીએસ: 5,055 જગ્યા સામે 4,469 અધિકારીઓ ફરજમાં છે, 586 જગ્યા ખાલી છે.
- આઈએફએસ: 3,193 જગ્યા સામે 2,151 પદો ભરાયેલા છે, 1,042 જગ્યા ખાલી છે.
- ગુજરાતમાં ખાલી જગ્યાઓ હાઈકમંડની ભરતી પ્રક્રિયાની ગતિ પર નિર્ભર છે. ખાસ કરીને, આઈએએસ અને આઈએફએસમાં ખાલી પડેલા પદો રાજ્ય અને દેશની વહીવટી કામગીરીમાં વિલંબનું કારણ બની શકે છે.