વિદ્યાર્થીઓ માટે ખુશખબર: ગૌણ સેવાની મોટી જાહેરાત પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓને થશે ફાયદો

gsssb Paper will be in Gujarati along with English

ગાંધીનગર: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સરકારી ભરતીની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે, જેમ કે તલાટી, ક્લાર્ક વગેરે. હવે મંડળ દ્વારા ઉમેદવારોના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે, જેનો લાભ લાખો વિદ્યાર્થીઓને થશે. gsssb Paper will be in Gujarati along with English

સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં હવે અંગ્રેજી સાથે સાથે ગુજરાતી ભાષામાં પણ પેપર ઉપલબ્ધ થશે. વધુમાં, દરેક પરીક્ષાનું સિલેબસ પણ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાશે. મંડળ દ્વારા સિલેબસમાં માર્ક્સ સ્પષ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

CCE ગ્રુપ A અને ગ્રુપ Bની પરીક્ષા ક્યારે આવશે જાણો નવું અપડેટ

ગૌણ સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરશે. અત્યાર સુધી, પરીક્ષાના પેપર અને સિલેબસ અંગ્રેજીમાં જ આપવામાં આવતા હતા, જે હવે ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ હશે. મંડળના ચેરમેન તુષાર ધોળકિયાએ આ નિર્ણય લઈને લાખો ઉમેદવારોના હિતમાં મહત્વનો પગલું ભર્યું છે. એક-બે દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment