LRD જિલ્લા પસંદગી 2026: લોકરક્ષક દળ (LRD) ભરતી 2026 માટે જિલ્લા પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો ને કાળજી પૂર્વક જિલ્લા પસંદગી કરવી પડશે કારણ કે તેના આધારે જ તેમને આગામી નોકરીનું સ્થળ ફાળવવામાં આવશે. LRD District Selection 2026 ની સંપૂર્ણ પ્રક્રિયા અંગેનો વિગતવાર આર્ટિકલ આપેલ છે.
LRD જિલ્લા પસંદગી 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા GPRB/202324/1 લોકરક્ષક કેડરની ભરતી માટે મેરિટમાં સ્થાન મેળવનાર ઉમેદવારો ની જિલ્લા સિલેક્શન ની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ઉમેદવારોએ આ પ્રક્રિયા OJAS ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન પૂર્ણ કરવાની રહેશે.
આ પણ વાંચો : Gujarat Police Call Letter 2026 Date PDF Download | LRD Call Letter 2026 Date થઇ જાહેર, જાણો વિગત
૧. મહત્વની તારીખો
- શરૂઆતની તારીખ: 8 જાન્યુઆરી, 2026
- છેલ્લી તારીખ: 12 જાન્યુઆરી, 2026 (રાત્રે12.00 વાગ્યા સુધી)
૨. વિકલ્પ આપવાની પદ્ધતિ
- દરેક ઉમેદવારે ફરજિયાતપણે 5 (પાંચ) જિલ્લાઓના વિકલ્પ આપવાના રહેશે.
- તમારા મનપસંદ જિલ્લાને પ્રથમ ક્રમ (Priority 1) પર રાખવો અને તે મુજબ અન્ય ૪ જિલ્લા પસંદ કરવા.
૩. જિલ્લા ફાળવણીનો આધાર
જિલ્લાની ફાળવણી મુખ્યત્વે બે બાબતો પર નિર્ભર રહેશે:
- મેરિટ ક્રમ: ઉમેદવારે પરીક્ષામાં મેળવેલા ગુણ.
- પસંદગીના વિકલ્પો: ઉમેદવારે આપેલા ૫ જિલ્લાના અગ્રતાક્રમ.
- જો ઉમેદવારના મેરિટ મુજબ તેના પસંદ કરેલા 5 જિલ્લામાં જગ્યા ખાલી નહીં હોય, તો સરકાર દ્વારા ઉપલબ્ધ અન્ય કોઈ પણ જિલ્લામાં ફાળવણી કરવામાં આવશે.
૪. પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- જગ્યાઓની વિગત: વિકલ્પ આપતા પહેલા જે-તે જિલ્લામાં તમારી કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે તે LRD ભરતી બોર્ડની વેબસાઇટ પરથી ચકાસી લેવી.
- રહેઠાણથી અંતર: સામાન્ય રીતે ઉમેદવારો પોતાના ઘરની નજીકનો જિલ્લો પસંદ કરતા હોય છે, પરંતુ મેરિટ નીચું હોય તો વધુ જગ્યા ધરાવતા જિલ્લાને પ્રાધાન્ય આપવું હિતાવહ છે.
- ટેકનિકલ સૂચના: ઓનલાઇન ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ અથવા કન્ફર્મેશન નંબર સાચવી રાખવો.
૫. કેવી રીતે ઓનલાઇન પસંદગી કરવી?
- OJAS Gujarat પર જાઓ.
- ‘Preference’ અથવા ‘District Selection’ લિંક પર ક્લિક કરો.
- તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગિન કરો.
- તમારા ૫ જિલ્લાના નામ પસંદ કરી સબમિટ કરો.
નોંધ: જો કોઈ ઉમેદવાર નિયત સમયમર્યાદામાં (12 જાન્યુઆરી સુધી) વિકલ્પ નહીં આપે, તો ભરતી બોર્ડ પોતાની રીતે જિલ્લાની ફાળવણી કરશે, જેમાં ઉમેદવારનો કોઈ હક રહેશે નહીં.













