ભારતીય નૌકાદળ અગ્નિવીર SSR / MR ભરતી 2026 – અરજી શરૂ કરો

Navy Agniveer Bharti 2026

Navy Agniveer Bharti 2026 ભારતીય નૌસેનામાં જોડાઈને દેશની સેવા કરવાની ઇચ્છા રાખતા યુવાનો માટે એક સારો મોકો આવ્યો છે. Indian Navy Agniveer Recruitment 2026 માટે સત્તાવાર ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતી Agniveer SSR અને MR 01/2027 તથા 02/2027 બેચ માટે કરવામાં આવી રહી છે.

જે યુવાનો આ ભરતીમાં જોડાવા માંગે છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ agniveer.navydmpr.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી સમાન રાખવામાં આવી છે.

Indian Navy Agniveer Recruitment 2026 – મુખ્ય માહિતી

વિગતોમાહિતી
ભરતી સંસ્થાભારતીય નૌસેના (Indian Navy)
પદનું નામઅગ્નિવીર SSR અને MR (01/2027, 02/2027 બેચ)
ખાલી જગ્યાઓહજી જાહેર નથી
અરજી શરૂ તારીખ14 માર્ચ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ06 એપ્રિલ 2026
કરેકશન વિન્ડો10 થી 11 એપ્રિલ 2026

Indian Navy Agniveer Recruitment 2026 શૈક્ષણિક લાયકાત

Agniveer SSR માટે:

  • ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10+2 (વિજ્ઞાન પ્રવાહ) પાસ કરેલું હોવું જોઈએ.
  • ગણિત (Mathematics) અને ભૌતિક વિજ્ઞાન (Physics) વિષય સાથે ઓછામાં ઓછા 50% ગુણ હોવા જરૂરી છે.
  • અથવા Mechanical / Electrical / Automobile / Computer Science / IT / Instrumentation Engineeringમાં 3 વર્ષનો ડિપ્લોમા પણ માન્ય ગણાશે.

Agniveer MR માટે:

  • ઉમેદવાર માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવો જોઈએ.

Indian Navy Agniveer Recruitment 2026 વય મર્યાદા

  • SSR/MR 01/2027 બેચ માટે:
    જન્મ તારીખ 1 ડિસેમ્બર 2004 થી 31 મે 2009 વચ્ચે હોવી જોઈએ.
  • SSR/MR 02/2027 બેચ માટે:
    જન્મ તારીખ 1 મે 2005 થી 31 ઑક્ટોબર 2009 વચ્ચે હોવી જોઈએ.

Indian Navy Agniveer ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગતા હો તો નીચેના પગલાં અનુસરો:

  1. સૌ પ્રથમ agniveer.navydmpr.in વેબસાઇટ ખોલો.
  2. નવા ઉમેદવાર હો તો Register પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો.
  3. અહીં તમારી ઈમેલ ID, મોબાઈલ નંબર, નામ અને નેશનાલિટી જેવી માહિતી દાખલ કરો.
  4. રજિસ્ટ્રેશન પછી તમને Login ID અને Password મળશે.
  5. લોગિન કરીને તમારી વ્યક્તિગત માહિતી, સરનામું, કેટેગરી, માર્ક્સ વગેરે ભરો.
  6. જરૂરી સાઇઝમાં ફોટો (10KB થી 50KB) અપલોડ કરો.
  7. ત્યારબાદ હસ્તાક્ષર સ્કેન કરીને અપલોડ કરો.
  8. અરજી ફી ઓનલાઈન ચૂકવો અને ફોર્મનો પ્રિન્ટ કાઢી રાખો.

Indian Navy Agniveer Recruitment 2026 અરજી ફી

  • General / OBC / EWS / SC / ST તમામ કેટેગરી માટે અરજી ફી ₹550 રાખવામાં આવી છે.
  • ફી Debit Card, Credit Card અથવા Net Banking દ્વારા ઓનલાઈન ભરવી પડશે.

Indian Navy Agniveer Recruitment 2026 લિંક

Join WhatsApp

Join Now

Leave a Comment