Last date for updating Aadhaar 14 June 2025 :સરકારે આપી મોટી રાહત, આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાવી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ લોકોને મોટી રાહત આપતા ફરી એકવાર આધાર અપડેટની સમયમર્યાદા 6 મહિના સુધી લંબાવી છે. અગાઉ, આધાર અપડેટની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે 14 જૂન 2025 થઈ ગઈ છે.
આધાર કાર્ડ અપડેટની છેલ્લી તારીખ કઈ છે ? Last date for updating Aadhaar 14 June 2025
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ લોકોને મોટી રાહત આપતા ફરી એકવાર આધાર કાર્ડ અપડેટની સમયમર્યાદા 6 મહિના સુધી લંબાવી છે. અગાઉ, આધાર કાર્ડ અપડેટની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે 14 જૂન 2025 થઈ ગઈ છે. અગાઉ દર વખતે આધાર અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિનાની હતી, પરંતુ આ વખતે સરકારે તેને વધારીને 6 મહિના કરી દીધી છે. UIDAIએ ફેસબુક પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.
આધાર અપડેટ માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
આધાર કાર્ડ અપડેટ માટે, તમારે બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે. પહેલું ઓળખપત્ર અને બીજું એડ્રેસ પ્રૂફ. સામાન્ય રીતે, આધાર અપડેટ માટે આધાર કેન્દ્ર પર 50 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ UIDAI અનુસાર, આ સેવા 14 જૂન, 2025 સુધી મફત છે. તમે ઓળખના પુરાવા તરીકે PAN કાર્ડ અને સરનામા માટે મતદાર કાર્ડ આપી શકો છો.