ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. Vivo એ પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X300 Ultra અને Vivo X300 FE લોન્ચ કરી દીધા છે. ખાસ વાત એ છે કે X300 Ultra કંપનીનો ભારતનો પહેલો “Ultra” બ્રાન્ડેડ ફોન છે, જેને ખાસ મોબાઇલ ફોટોગ્રાફી પ્રેમીઓ અને પ્રીમિયમ યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે X300 FE એવા લોકો માટે લાવવામાં આવ્યો છે, જેઓ કોમ્પેક્ટ સાઇઝમાં ફ્લેગશિપ અનુભવ ઈચ્છે છે.
Vivo X300 Ultra માં શું છે ખાસ?
Vivo X300 Ultra માં 6.82 ઇંચનું મોટું BOE Q10+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે 2K રિઝોલ્યુશન સાથે આવે છે. તેમાં 1Hz થી 144Hz સુધીનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે, જેના કારણે સ્ક્રોલિંગ અને ગેમિંગ ખૂબ જ સ્મૂથ બને છે. ફોનમાં 4500 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે, જેથી તડકામાં પણ ડિસ્પ્લે સરળતાથી જોઈ શકાય છે.
પરફોર્મન્સ માટે તેમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે LPDDR5X Ultra RAM અને UFS 4.1 સ્ટોરેજ સાથે આવે છે. એટલે કે હાઈ-એન્ડ ગેમિંગથી લઈને મલ્ટીટાસ્કિંગ સુધી દરેક કામ ઝડપથી થઈ શકે છે.
6600mAh બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
ફોનમાં 6600mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. સાથે જ 100W વાયદ ફાસ્ટ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. એટલે થોડા જ સમયમાં ફોન ઝડપથી ચાર્જ થઈ શકે છે.
કેમેરો બન્યો સૌથી મોટો હાઇલાઇટ
Vivo X300 Ultra નો સૌથી મોટો હાઇલાઇટ તેનો કેમેરા સેટઅપ છે. ફોનમાં:
- 200MP Sony LYT 901 પ્રાઇમરી કેમેરા
- 50MP અલ્ટ્રા વાઇડ લેન્સ
- 200MP Samsung HP0 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા
આપવામાં આવ્યા છે.
આ કેમેરો 3.7x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે. સાથે જ તેમાં VS1+ ઇમેજિંગ ચિપ અને મલ્ટીસ્પેક્ટ્રલ લેન્સ આપવામાં આવ્યા છે, જે ફોટોની ક્વોલિટી વધુ સારી બનાવે છે. વીડિયો રેકોર્ડિંગ માટે ફોન 4K 120fps 10-bit Log સપોર્ટ કરે છે, જે કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.
Vivo X300 Ultra ની કિંમત
કંપનીએ આ સ્માર્ટફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે:
| વેરિઅન્ટ | કિંમત |
|---|---|
| 12GB + 512GB | ₹1,59,999 |
| 16GB + 512GB | ₹1,69,999 |
ફોન Victory Green અને Eclipse Black કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે.













