Ahmedabad Health Scam: ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ થી પૈસા કમાવવાનું કૌભાંડ બારે આવ્યું ખોટી રીતે કરતા હતા દર્દીઓ ને દાખલ આ મામલો ચિંતાજનક છે, કારણ કે આરોગ્ય સેવાઓમાં આવું દુરુપયોગ દર્દીઓ માટે ઘાતક થઈ શકે છે. આયુષ્માન કાર્ડ જેવી આરોગ્ય યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવો એ મુખ્ય હેતુ છે,
11 નવેમ્બર: મહેસાણાનાં કડી તાલુકાના બોરિસણા ગામે આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં તપાસ માટે આવેલા દર્દીઓ સાથે આયુષ્માન કાર્ડના દુરુપયોગનો સંદર્ભ સામે આવ્યો છે. મેડિકલ કેમ્પ બાદ વધુ સારવારના બહાને 18 દર્દીઓને લક્ઝરી બસ મારફતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલમાં પરિવારમાંથી કોઈને જાણ કર્યા વગર 18 દર્દીઓની એન્જીયોગ્રાફી અને 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
આ વિવાદમાં 2 દર્દીઓના મોત થયા છે, જ્યારે 6 દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. આ ઘટના સામે આવતા બોરિસણા ગામના સરપંચ સહિત દર્દીઓના પરિવારજનો ખ્યાતિ હોસ્પિટલ પર આક્ષેપ કરી રહ્યા છે કે, હોસ્પિટલે મેડિકલ કેમ્પના નામે ફક્ત આયુષ્માન કાર્ડમાંથી નાણાં ઉપાડવા માટે આ પગલાં ભર્યા છે.
મૃતક દર્દીઓના સગાઓએ હોસ્પિટલ પર બિનજરૂરી સારવાર કરીને ખર્ચ મેળવવાનો આરોપ મૂક્યો છે. આક્ષેપો અનુસાર, 10 નવેમ્બરે મેડિકલ કેમ્પમાં 80 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે પૈકી 19 લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ દરમ્યાન, આ દર્દીઓમાંના 9ની એન્જિયોગ્રાફી અને 7ની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
પરિવારજનોનો આક્ષેપ છે કે, આ પ્રક્રિયામાં તેઓને જાણ કર્યા વિના હોસ્પિટલમાં ઇમર્જન્સી સર્જરી કરવામાં આવી અને બંને મૃત્યુ પામેલા દર્દીઓનાં આયુષ્માન કાર્ડમાંથી પણ મોટી રકમ વસૂલવામાં આવી.
ઘટના અંગે મોટા પાયે વિરોધ થયો છે અને ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાનૂની પગલાં લેવા અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.