Ambalal Pate : અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી, ગુજરાતના આ શહેરોના લોકો રહેજો તૈયાર

Ambalal Patel Prediction:રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને હવામાન  નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે ત્યારે હાલ તેમની આગાહી સાચી પડી છે અને ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની પણ શરૂઆત થઈ ચૂકી છે પરંતુ ગુજરાતના ઘણાખરા શહેરોમાં થોડી ઓછી છે તો અમુક શહેરોમાં  ઠંડીનો ચમકારો વધ્યો છે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ઠંડી જોરદાર પડશે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી 28 નવેમ્બર સુધીમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ હોવાના કારણે ઠંડીનું જોર વચ્ચે બે ડિસેમ્બર થી 17 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બને તેવી શક્યતાઓ છે સાથે જ 22 થી ભારતના ઉત્તરીય પર્વતમાં હિમવર્ષા થશે જેના કારણે ગુજરાતમાં ઠંડી વધારે પડશે અને ઠુંટવાઈ જાય તેવી ઠંડી પડવાની પણ શક્યતાઓ છે

હાલ સમગ્ર ભારતમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે આપ સૌ જાણો છો કે હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે  જમ્મુ કશ્મીર થી માંડીને હિમાચલ પ્રદેશ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે હવામાન વિભાગનું માનવું છે કે હજુ પણ આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતાઓ છે સાથે જ ગુજરાતમાં 13 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે જેથી ગુજરાતનું નલિયા સૌથી ઠંડું શહેર બન્યું છે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો