PI પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો: સરદારધામ વિવાદમાં નવો વળાંક

Attack on Jayantibhai Karshanbhai Sardhara

Attack on Jayantibhai Karshanbhai Sardhara PI પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો: સરદારધામ વિવાદમાં નવો વળાંક પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ કરશનભાઇ સરધારા પર જીવલેણ હુમલાનો મામલો ગરમાયો છે. જયંતિભાઇએ આક્ષેપ કર્યો છે કે સરદારધામના ઉપપ્રમુખપદની ચર્ચાને કારણે નરેશ પટેલના ઈશારે તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જુનાગઢના પીઆઇ સંદિપ પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે, પરંતુ તેમની ધરપકડ હજી સુધી થઈ નથી.

ઘટનાની વિગત:

સૂત્રોના જણાવ્યા મુજબ, પીઆઇ સંદિપ પાદરીયાએ માર્ગમાં અટકાવીને જયંતિભાઇ પર હુમલો કર્યો હતો અને પિસ્તોલ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં જયંતિભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં પીઆઇ પાદરીયાના હુમલાની દ્રશ્ય સ્પષ્ટ જોવા મળી રહી છે, જેને આધારે રાજકોટ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસ તપાસમાં ચિંતાજનક વિલંબ:

જયંતિભાઇએ પીઆઇ પાદરીયા વિરુદ્ધ કેસ દાખલ થયા પછી પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. ગંભીર આરોપો હોવા છતાં પીઆઇ પાદરીયાની ધરપકડમાં થતી વિલંબને કારણે પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

નરેશ પટેલ સામે આક્ષેપો:

જયંતિભાઇ સરધારાએ આ ઘટનાને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે જોડતા ગંભીર આક્ષેપો કર્યા છે. જયંતિભાઇએ દાવો કર્યો કે નરેશ પટેલના ઈશારે આ સમગ્ર કાવતરું રચાયું હતું. જો કે, ખોડલધામના પ્રવક્તાએ આ આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું કે નરેશ પટેલનો આ ઘટનાથી કોઈ લેવાદેવા નથી.

ખોડલધામનું નિવેદન:

ખોડલધામના પ્રવક્તાએ જણાવ્યું કે ચેરમેન નરેશ પટેલ હાલ વિદેશમાં છે અને સમગ્ર ઘટનાથી દુઃખી છે. તેઓ પાછા ફર્યા બાદ જરૂરી પગલાં લેશે. પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી અને આ રીતે નરેશ પટેલનું નામ ખેંચવું યોગ્ય નથી.

આગામી પગલાં:

આ મામલે હવે પોલીસની તપાસ પર સૌના નિગાહ છે. પીઆઇ પાદરીયાની ધરપકડ અને નરેશ પટેલના નામે ઉઠેલા આક્ષેપોની છાનબિન થશે કે કેમ તે આગામી દિવસોમાં જાણી શકાયશે.

Join WhatsApp

Join Now

Leave a Comment